Here you can find Who invented-discovered what on the specific month days!

Data is available in per date basis & in both languages English & ગુજરાતી

June Month

1st June 2020

Today’s temperature:-34℃

Sunrise:-5:58 am     

Sunset:-7:21 pm

Length of the day:-13h 22m

Henry Faulds (1st June 1843):-

Scottish physician who, from 1873, became a missionary in Japan, where he worked as a surgeon superintendent at a Tokyo hospital, taught at the local univeristy, and founded the Tokyo Institute for the Blind. In the late 1870s, his attention was drawn to fingerprints of ancient potters remaining on their work that he helped unearth at an archaeological dig site in Japan. He commenced a study of fingerprints, and became convinced that each individual had a unique pattern. He corresponded on the subject with Charles Darwin, and published a paper about his ideas in Nature (28 Oct 1880). When he returned to Britain in 1886, he unsuccessfully offered his fingerprinting identification scheme for forensic uses to Scotland Yard. 

હેનરી ફોલ્ડ્સ (૧ જૂન ૧૮૪૩):-

તેઓ સ્કોટિશ ચિકિત્સક હતાં, જેમણે 1873 થી જાપાનમાં મિશનરી (સેવા કાર્ય કરનાર) બન્યા, જ્યાં તેમણે ટોક્યોની એક હોસ્પિટલમાં સર્જન અધીક્ષક તરીકે કામ કર્યું, સ્થાનિક યુનિવર્સિટીમાં ભણાવ્યું અને અંધ લોકો માટે ટોક્યો સંસ્થાની સ્થાપના કરી. 1870 ના દાયકાના અંતમાં, તેમનું ધ્યાન પ્રાચીન કુંભારોનાં બાકી રહેલા તેમના કામ પર ગયું જેનાં ઉપર તેમની આંગળીની છાપ આવેલી હતી કે જેણે જાપાનની પુરાતત્ત્વીય ખોદકામ માટેની સાઈટ પર શોધવામાં મદદ કરી. તેમણે ફિંગરપ્રિન્ટ્સનો અભ્યાસ શરૂ કર્યો, અને ખાતરીપૂર્વક જણાવ્યું કે દરેક વ્યક્તિની એક અનોખી ફિંગરપ્રિન્ટ હોય છે. તેમણે ચાર્લ્સ ડાર્વિન સાથે આ વિષય પર પત્રવ્યવહાર કર્યો, અને નેચરમાં તેમના વિચારો વિશે એક પેપર પ્રકાશિત (28 ઓક્ટોબર 1880) કરવામાં આવ્યો. જ્યારે તે 1886 માં બ્રિટન પાછા ફર્યા, ત્યારે તેમણે સ્કોટલેન્ડ યાર્ડમાં ફોરેન્સિક ઉપયોગ માટે તેની ફિંગરપ્રિન્ટિંગ ઓળખ યોજનાની ઓફર કરી પરંતુ તેમાં તે અસફળ રહ્યાં. 

2nd June 2020

Today’s temperature:-31℃

Sunrise:-5:58 am      

Sunset:-7:21 pm

Length of the day:-13h 23m

Clair Cameron Patterson (2nd June 1922):-

U.S. geochemist who in 1953 made the first precise measurement of the Earth's age, 4.55 billion years. He pioneered in three major areas of geochemical research. (1) He provided the first reliable ages of the earth and meteorites (1962), using analysis of the isotopic compositions and concentrations of lead in terrestrial materials and meteorites. This has been a benchmark for researchers. (2) He established the patterns of isotopic evolution of lead on earth, by analysis of critical rocks, sediments and waters of the planet. Thus he created a powerful tool for identifying, tracing and evaluating the nature of the major geochemical reservoirs in the crust, mantle, and oceans. (3) He studied environmental lead pollution.

ક્લેર કેમેરોન પેટરસન (૨ જૂન ૧૯૨૨):-

તેઓ યુ.એસ.નાં ભૂ-રસાયણશાસ્ત્રી હતાં કે જેમણે 1953 માં પૃથ્વીની વય, 4.55 અબજ વર્ષ હોવાનું પ્રથમ ચોક્કસ માપન કર્યું હતું. તેમણે પહેલ કરી ભૂ-રાસાયણિક સંશોધનનાં ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં આપ્યાં (૧) આઈસોટોપિક કમ્પોઝિશનનાં વિશ્લેષણ અને પાર્થિવ સામગ્રી અને ઉલ્કાઓમાં લેડ (સીસા) ની સાંદ્રતાનો ઉપયોગ કરીને તેમણે પૃથ્વીની અને ઉલ્કાઓની (1962) પ્રથમ વિશ્વસનીય ઉંમર જણાવી હતી. સંશોધનકારો માટે આ એક બેંચમાર્ક હતું. (૨)તેમણે પૃથ્વીનાં જટિલ ખડકો, કાંપ અને પાણીના વિશ્લેષણ દ્વારા પૃથ્વી પર લેડ ધાતુની આઇસોટોપિક ઉત્ક્રાંતિની પદ્ધતિ સ્થાપિત કરી, આ રીતે તેમણે પોપડા, મેન્ટલ અને મહાસાગરોના મુખ્ય ભૂ-રાસાયણિક જળાશયોની ઓળખ, શોધી કાઢવા અને મૂલ્યાંકન માટે એક શક્તિશાળી સાધન બનાવ્યું. (૩) તેમણે પર્યાવરણીય લેડ (સીસું) પ્રદૂષણનો અભ્યાસ કર્યો હતો.

3rd June 2020

Today’s temperature:-31℃

Sunrise:-5:58 am     

Sunset:-7:21 pm

Length of the day:-13h 23m

Famous Day:- World Bicycle Day

Charles Drew (3rd June 1904):-

He was an American surgeon and medical researcher. He researched in the field of blood transfusions, developing improved techniques for blood storage, and applied his expert knowledge to developing large-scale blood banks early in World War II. This allowed medics to save thousands of lives of the Allied forces. As the most prominent African American in the field, Drew protested against the practice of racial segregation in the donation of blood, as it lacked scientific foundation, and resigned his position with the American Red Cross, which maintained the policy until 1950.

ચાર્લ્સ ડ્રુ (૩ જૂન ૧૯૦૪):-

તેઓ અમેરિકન સર્જન અને તબીબી સંશોધનકાર હતા.  તેમણે રક્ત ટ્રાન્સફયુશન (એક માણસનું લોહી બીજાને આપવું) ક્ષેત્રમાં સંશોધન કર્યું, રક્ત સંગ્રહ માટે સુધારેલી તકનીકો વિકસિત કરી, અને બીજા વિશ્વ યુદ્ધની શરૂઆતમાં મોટા પાયે બ્લડ બેંકોના વિકાસ માટે તેમના જ્ઞાનનો ઉપયોગ કર્યો. આનાથી તબીબો તેમના દેશનાં હજારો લોકોનાં જીવ બચાવી શક્ય.  આ ક્ષેત્રનાં સૌથી પ્રખ્યાત આફ્રિકન અમેરિકન તરીકે, ડ્રુએ રક્તદાનમાં જાતીય અલગતાની પ્રથાનો વિરોધ કર્યો હતો, કેમ કે તેમાં વૈજ્ઞાનિક પાયો ન હતો અને તેણે અમેરિકન રેડ ક્રોસને પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું, કારણ કે તેમણે 1950 સુધી આ નીતિ જાળવી રાખી હતી.

4th June 2020

Today’s temperature:-30℃

Sunrise:-5:58 am      

Sunset:-7:22 pm

Length of the day:-13h 24m

Sir Christopher Cockerell (4th June 1910):-

English inventor of the hovercraft. He was an electronics engineer with the Marconi Company (1935-50) where he worked on airborne navigational equipment and on radar. Then he began a boat-hire business. Considering the water drag on the hull of a boat, he had the idea of raising the boat on a cushion of air. In 1954, he performed a crucial experiment using kitchen scales, tin cans, and a vacuum cleaner to show that a stream of air could produce the required lift. The next year he built a working balsa wood model with a model-aircraft engine. The first full-scale prototype, SR-N1, weighed 7 tons and was capable of 60 knots. It crossed the English Channel in 1959 (with Cockerell aboard). Hovercraft entered regular cross-channel service in 1968.

સર ક્રિસ્ટોફર કોકરેલ (૪ જૂન ૧૯૧૦):-

તેઓ હોવરક્રાફ્ટની શોધ કરનાર અંગ્રેજી શોધક હતાં.  તેઓ માર્કોની કંપની (1935-50) માં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર હતાં જ્યાં તેમણે હવાયુક્ત નેવિગેશનલ સાધનો અને રડાર પર કામ કર્યું. પછી તેમણે હોડી ભાડે રાખવાનો ધંધો શરૂ કર્યો. હોડીનાં હલ (તેની બાહ્ય રચના) પર પાણીનું ખેંચાણ ધ્યાનમાં લેતા, તેને હોડીને હવામાં ચલાવવાનો વિચાર આવ્યો હતો.  1954 માં, તેમણે રસોડાનાં સાધનો, ટીન કેન અને વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરીને નિર્ણાયક પ્રયોગ કર્યો, અને તેના દ્વારા બતાવ્યું કે હવાનો પ્રવાહ વસ્તુને ઉંચકવા માટે જરૂરી બળ ઉત્પન્ન કરી શકે છે. તેના પછીનાં વર્ષે તેમણે મોડેલ-એરક્રાફ્ટ એન્જિન સાથે વર્કિંગ બાલસા વુડ મોડેલ બનાવ્યું. પ્રથમ ફુલ-સ્કેલ પ્રોટોટાઇપ, SR-N1, જેનું વજન 7 ટન હતું અને તે 60 નોટ માટે સક્ષમ હતું. તે 1959 માં ઈંગ્લિશ ચેનલને (વહાણમાં કોકરેલ સાથે) વટાવી ગયું. હોવરક્રાફ્ટનો 1968 માં નિયમિત ક્રોસ ચેનલ સેવામાં પ્રવેશ થયો હતો.

5th June 2020

Today’s temperature:-31℃

Sunrise:-5:58 am      

Sunset:-7:22 pm

Length of the day:-13h 24m

Famous Day:- World Environment Day

It is celebrated for encouraging awareness and action for the protection of the environment. First held in 1974. World Environment Day has grown to become a global platform for public outreach, with participation from over 143 countries annually.

વિશ્વ પર્યાવરણ દિવસ

પર્યાવરણ સુરક્ષા માટે જાગૃતિ અને ક્રિયા પ્રોત્સાહિત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. તે સૌપ્રથમ વખત 1974 માં યોજાયો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ, વાર્ષિક 143 થી વધુ દેશોની સહભાગિતા સાથે, પર્યાવરણ વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટેનું વૈશ્વિક મંચ છે.

Johan Gadolin (5th June 1760):-

He was a Finnish chemist, physicist and mineralogist. Gadolin discovered a "new earth" containing the first rare-earth compound yttrium (1794), which was later determined to be a chemical element. This was the first of a family of 15 rare earth elements called the lanthanides. He studied in Uppsala, Sweden, and taught chemistry there (1797-1822) and promoted Antoine Lavoisier's discoveries about combustion and his system of chemical nomenclature. In analysing a new black mineral from Ytterby, Sweden, he isolating from it the rare earth mineral, yttria. This was an important step towards identifying the remaining undiscovered elements. Over the next century yttria was found to contain the oxides of nine new rare earth elements. After Gadolin's death, one discovered by Jean Charles Galissard de Marignac and Paul Emile Lecoq de Boisbaudran, was named gadolinium.

જોહાન ગેડોલિન (૫ જૂન ૧૭૬૦):-

તેઓ ફિનિશ રસાયણશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી અને ખનિજશાસ્ત્રી હતાં. ગેડોલિને પ્રથમ દુર્લભ-પૃથ્વી સંયોજન યેટ્રિયમ ધરાવતી "નવી પૃથ્વી (જમીન)" શોધી, જેને પાછળથી રાસાયણિક તત્વ હોવાનું જાહેર કરવામાં આવ્યું. તે પૃથ્વીનાં 15 દુર્લભ તત્ત્વો પૈકીનું પ્રથમ તત્ત્વ છે. જેને લેન્થેનાઈડ્સ કહે છે. તેમણે સ્વીડનનાં ઉપ્સા લમાં અભ્યાસ કર્યો અને ત્યાં રસાયણશાસ્ત્ર શીખવ્યું (1797-1822) અને દહન અને તેની રાસાયણિક નામકરણની પદ્ધતિ વિશે એન્ટોઈન લેવોઈઝરની શોધને પ્રોત્સાહન આપ્યું. સ્વીડનનાં યીટ્ટરબીમાં નવાં કાળા રંગનાં ખનિજનું વિશ્લેષણ કરતી વખતે, તેમને તેમાંથી દુર્લભ પૃથ્વી ખનિજ, યેટ્રીઆ મળ્યું હતું. બાકીનાં અજાણ્યા તત્વોને ઓળખવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું હતું. પછીની સદીમાં યટ્રિઆમાં નવ નવા દુર્લભ પૃથ્વી તત્ત્વોનાં ઓક્સાઈડ હોવાનું જણાયું હતું. ગેડોલિનનાં મૃત્યુ પછી, જીન ચાર્લ્સ ગેલિસાર્ડ ડી મેરિજનેક અને પૌલ એમિલ લેકોક ડી બોઈસ્બઉડ્રન દ્વારા શોધાયેલ એક વ્યક્તિનું નામ ગેડોલિનિયમ રાખવામાં આવ્યું હતું.



6th June 2020

Today’s temperature:-29℃

Sunrise:-5:58 am     

Sunset:-7:23 pm

Length of the day:-13h 24m

David Scott (6th June 1932):-

He is a retired test-pilot and NASA astronaut who was the first to drive a wheeled vehicle on the moon on 31 Jul 1971 and the seventh person to walk on the Moon. The commander of Apollo 15, Scott was selected as an astronaut as part of the third group in 1963. Scott flew three times in space, and is the only living commander of an Apollo mission that landed on the Moon and one of four surviving Moon walkers. On 26 Jul 1971, Scott was launched on the Apollo 15 mission. He was in command of its Lunar Module which made the fourth lunar landing, became the seventh person to walk on the moon and the first to use the Lunar Rover vehicle on the moon's surface. This was part of a three day scientific investigation, with about 77 kg of rock samples collected, and an ALSEP science station left at the landing site to continue monitoring the lunar environment.

ડેવિડ સ્કોટ (૬ જૂન ૧૯૩૨):-

તે નિવૃત્ત પરીક્ષણ-પાયલોટ અને નાસા અંતરિક્ષયાત્રી છે જેમણે 31 જુલાઈ 1971 ના રોજ ચંદ્ર પર પૈડાવાળું વાહન ચલાવ્યું હતું અને તેઓ ચંદ્ર ઉપર વાહન ચલાવનાર પ્રથમ વ્યક્તિ હતાં તેમજ ચંદ્ર પર ચાલવાવાળા સાતમા વ્યક્તિ હતાં. એપોલો 15 ના કમાન્ડર, સ્કોટને 1963 માં ત્રીજા જૂથનાં ભાગ રૂપે અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સ્કોટે ત્રણ વાર અવકાશમાં ઉડાન ભરી હતી, અને એપોલો મિશનનો એકમાત્ર જીવંત કમાન્ડર છે જે ચંદ્ર પર ઉતર્યા હતાં અને ચાર બચેલા ચંદ્ર ઉપર ચાલનારા પૈકી એક છે. 26 જુલાઈ 1971 ના રોજ, સ્કોટનું એપોલો 15 મિશન શરૂ થયું. જે ચંદ્ર ઉપર  ઉતરાણ કરનાર ચોથું સ્પેશ શટલ હતું, જેના પરિણામે તેઓ ચંદ્ર પર ચાલવાનારા સાતમા વ્યક્તિ અને ચંદ્રની સપાટી પર ચંદ્ર રોવર વાહનનો ઉપયોગ કરનારા પ્રથમ વ્યક્તિ બન્યાં. આ ત્રણ દિવસની વૈજ્ઞાનિક તપાસનો એક ભાગ હતો, જેમાં આશરે 77 કિલો ખડકનાં નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતાં, અને ચંદ્રનાં પર્યાવરણનાં સંશોધનને ચાલુ રાખવા માટે ALSEP સાયન્સ સ્ટેશન ઉતરાણ સ્થળ પર જ રાખવામાં આવ્યું હતું.

7th June 2020

Today’s temperature:-32℃

Sunrise:-5:58 am     

Sunset:-7:23 pm

Length of the day:-13h 25m

Sir James Young Simpson (7th June 1811):-

He was a Scottish obstetrician and a significant figure in the history of medicine. He was the first physician to demonstrate the anesthetic properties of chloroform on humans and helped to popularize the drug's use in medicine. Scottish inventor and obstetrician who was the father of modern anesthetics. He employed ether for the first time in Britain, and chloroform for the first time as an anesthetic in an operation (1847). He was not the first to use chloroform but it was his persistent roversy about the morality of whether women should use such anesthetics in childbirth. Simpson was a natural inventor, always eager to experiment in new directions.

સર જેમ્સ યંગ સિમ્પસન (૭ જૂન ૧૮૧૧):-

તેઓ એક સ્કોટિશ પ્રસૂતિવિજ્ઞાની અને ચિકિત્સાનાં ઈતિહાસમાં નોંધપાત્ર વ્યક્તિ હતાં. તે મનુષ્ય પર એનેસ્થેટિક ગુણધર્મોની અસર દર્શાવનાર પ્રથમ ચિકિત્સક હતાં અને દવામાં ડ્રગનાં ઉપયોગને પ્રાધાન્ય આપી તેના ઉપયોગને સામાન્ય બનાવ્યો હતો. તેમને આધુનિક એનેસ્થેટિકસનાં પિતા માનવામાં આવે છે. તેમણે પ્રથમ વખત બ્રિટનમાં ઈથર અને ક્લોરોફોર્મ પ્રથમ વખત ઓપરેશનમાં એનેસ્થેટિક (1847) તરીકે ઉપયોગમાં લીધું હતું. ક્લોરોફોર્મનો ઉપયોગ કરનાર તેઓ પ્રથમ ન હતાં પરંતુ બાળજન્મમાં મહિલાઓએ આવા એનેસ્થેટિકસનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં તેની વિશે તે તેની સતત શોધ કરતાં હતાં. સિમ્પસન એક કુદરતી શોધક હતાં, હંમેશા નવી દિશામાં પ્રયોગ કરવા ઉત્સુક રહેતા હતાં.

8th June 2020

Today’s temperature:-30℃

Sunrise:-5:58 am      

Sunset:-7:23 pm

Length of the day:-13h 25m

Famous day:- World Ocean day

Tim Berners-Lee (8th June 1955):-

English computer scientist who invented the World Wide Web and director of the World Wide Web Consortium, which oversees its continued development. In 1984, he took up a fellowship at CERN, to work on distributed real-time systems for scientific data acquisition and system control. While there, he proposed (1989) a global hypertext project, to be known as the World Wide Web, which permitted people to collaborate by sharing knowledge in a web of hypertext documents. On 6 Aug 1991, the first World Wide Web site was made available to the Internet at large, giving information on a browser and how to set up a Web server. He then expanded its reach, always nonprofit, to become an international mass medium.

ટિમ બર્નર્સ-લી (૮ જૂન ૧૯૫૫):-

અંગ્રેજી કમ્પ્યુટર વૈજ્ઞાનિક જેમણે વર્લ્ડ વાઈડ વેબ (WWW)ની શોધ કરી અને વર્લ્ડ વાઈડ વેબ કન્સોર્ટિયમનાં ડિરેક્ટર, જે તેના સતત વિકાસની દેખરેખ રાખે છે. 1984 માં, તેમણે વૈજ્ઞાનીક ડેટા ઉપલબ્ધ કરવા માટે અને સિસ્ટમ નિયંત્રણ માટે તેમજ રીઅલ-ટાઈમ સિસ્ટમો પર કામ કરવા માટે, CERN ખાતે ફેલોશિપ લીધી. ત્યાં તેમણે (1989) વૈશ્વિક હાયપરટેક્સ્ટ પ્રોજેક્ટની દરખાસ્ત કરી, જેને વર્લ્ડ વાઈડ વેબ તરીકે ઓળખવામાં આવશે, જે લોકોને હાયપરટેક્સ્ટ દસ્તાવેજોને વેબમાં જ પહોંચાડી આપે છે. 6 ઓગસ્ટ 1991 ના રોજ, પ્રથમ વર્લ્ડ વાઈડ વેબ સાઈટ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં બ્રાઉઝર અને વેબ સર્વર કેવી રીતે સેટ કરવું તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ તેણે આ સાઈટને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરી.

9th June 2020

Today’s temperature:-32℃

Sunrise:-5:58 am      

Sunset:-7:24 pm

Length of the day:-13h 25m

Patrick Steptoe (9th June 1913):-

Patrick Christopher Steptoe was a British scientist and medical researcher who, with Robert Edwards, perfected in-vitro fertilization of the human egg. Their technique enabled the birth of Louise Brown, the world's first “test-tube baby,” on 25 Jul 1978. During World War II, he was captured by the Italians after his ship was sunk. After the war, with a practice in obstetrics and gynecology, he pioneered a new fiber-optic device, a kind of abdominal “telescope,” called a laparoscope, to perform minimally invasive abdominal surgery. In 1966, to help women with blocked Fallopian tubes, a major cause of infertility, he teamed up with Robert Edwards, a Cambridge physiologist who had developed a way to fertilize human eggs in the lab. Steptoe subsequently helped hundreds of infertile couples have children. 

પેટ્રિક સ્ટેપ્ટોઈ (૯ જૂન ૧૯૧૩):-

પેટ્રિક ક્રિસ્ટોફર સ્ટેપ્ટોઈ એક બ્રિટીશ વૈજ્ઞાનિક અને તબીબી સંશોધનકાર હતાં, જેમણે રોબર્ટ એડવર્ડ્સ સાથે, માનવ અંડકોષનાં ઈન-વિટ્રો ગર્ભાધાનનો સફળ પ્રયોગ કર્યો હતો. તેમની તકનીકથી 25 જુલાઈ 1978 ના રોજ વિશ્વની પ્રથમ “ટેસ્ટ-ટ્યુબ બેબી” લુઇસ બ્રાઉનનો જન્મ થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેનું વહાણ ડૂબી ગયા બાદ તેને ઈટાલિયન લોકોએ પકડી લીધો હતો. યુદ્ધ પછી, પ્રસૂતિવિજ્ઞાન અને સ્ત્રીરોગવિજ્ઞાનની પ્રેક્ટિસ સાથે, તેણે ન્યુ ફાઈબર-ઓપ્ટિક ડિવાઈસનો પ્રારંભ કર્યો, એક પ્રકારનું પેટનું “ટેલિસ્કોપ”, જેને લેપ્રોસ્કોપ કહેવામાં આવે છે, જેના દ્વારા પેટની અંદર નજીવી શસ્ત્રક્રિયા કરી શકાય છે. 1966 માં, બંધ ફેલોપિયન ટ્યુબ (અંડવાહીની) કે જે  મહિલામાં વંધ્યત્વનું મુખ્ય કારણ છે, તેને દૂર કરવા, તેમણે રોબર્ટ એડવર્ડ્સ, કેમ્બ્રિજ ફિઝિયોલોજિસ્ટ સાથે મળીને કામ કર્યું હતું, જેમણે લેબોરેટરીમાં માનવ અંડકોષને ફળદ્રુપ બનાવવાની રીત વિકસાવી હતી. સ્ટેપ્ટોઈએ ત્યારબાદ સેંકડો વંધ્ય યુગલોને સંતાન બનાવવામાં મદદ કરી. 

10th June 2020

Today’s temperature:-28℃

Sunrise:-5:58 am      

Sunset:-7:24 pm

Length of the day:-13h 26m

Eugene Newman Parker (10th June 1927):-

American physicist who has done extensive research on the solar wind and the effects of magnetic fields in the heliosphere. In addition to increasing the understanding of the solar corona, his work has investigated the complex electromagnetic interactions both on the sun and its interaction with the earth's magnetic field. His original ideas were formed from the limited information available from observations of the tails of comets as they were modified travelling near to the sun. He coined the name “solar wind” in the 1950s, for the cascade of energy when he proposed how our sun (and other stars) give off energy.

યુજેન ન્યૂમેન પાર્કર (૧૦ જૂન ૧૯૨૭):-

અમેરિકન ભૌતિકશાસ્ત્રી જેમણે સૌર પવન અને હેલિઓસ્ફિયરમાં ચુંબકીય ક્ષેત્રની અસરો પર વિસ્તૃત સંશોધન કર્યું છે. સૌર કોરોનાની સમજ વધારવાની સાથે સાથે, તેમના કાર્યથી સૂર્ય અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથેની તેની ક્રિયા-પ્રતિક્રિયા તેમજ બંને પરનાં જટિલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્રિયા-પ્રતિક્રિયાઓની પણ તેમણેતપાસ કરી હતી. તેમને મૂળ રીતે આ વિચારો ધૂમકેતુઓની પૂંછડીઓનાં અવલોકનોથી તેમને મળતી મર્યાદિત માહિતીમાંથી ઉદ્દભવ્યા હતાં કારણ કે તેઓ સૂર્યની નજીક મુસાફરી કરતાં હતાં. તેમણે 1950 ના દાયકામાં "સૌર પવન" નામ આપ્યું, જ્યારે તેમણે સૂર્ય (અને અન્ય તારા) કેવી રીતે ઉર્જા આપે છે તેનું પણ સૂચન કર્યું હતું.

11th June 2020

Today’s temperature:-29℃

Sunrise:-5:58 am

Sunset:-7:24 pm

Length of the day:-13h 26m

Keith Roberts Porter (11th June 1912):-

Canadian-born American cell biologist who developed techniques for electron microscope studies to determine the internal structure and organization of cells and tissues. As a graduate student at Harvard, he developed a method for nuclear transplantation in frog eggs. In 1945, he described the structure of the endoplasmic reticulum. In 1952-53, Porter with George Palade and Fritiof Stig perfected thin sectioning and fixation methods for electron microscopy of intracellular structures, especially of mitochondria. He used scanning electron microscopy for visualizing the surfaces of cells and tissues and applied it both to tissue culture cells.

કેઈથ રોબર્ટ્સ પોર્ટર (૧૧ જૂન ૧૯૧૨):-

કેનેડામાં જન્મેલા અમેરિકન કોષવિજ્ઞાની, જેમણે કોષો અને પેશીઓની આંતરિક રચના અને સંગઠન નક્કી કરવા માટે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ દ્વારા અભ્યાસ માટે તકનીકો વિકસાવી હતી. હાર્વર્ડ ખાતે સ્નાતકનાં વિદ્યાર્થી તરીકે, તેમણે દેડકાનાં ઈંડામાં કોષકેન્દ્રનાં પ્રત્યારોપણ માટેની પદ્ધતિ વિકસાવી. 1945 માં, તેમણે એન્ડોપ્લાઝિક રેટિક્યુલમ (અંત: કોષરસજાળ) ની રચનાનું વર્ણન કર્યું. 1952-53 માં, જ્યોર્જ પેલેડ અને ફ્રેટિઓફ સ્ટિગ સાથે પોર્ટરે, કોષની અંદરની રચનાને જોવા અને ખાસ કરીને કણાભસૂત્રની રચનાની ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપી માટે પાતળા વિભાગીકરણ અને ફિક્સેશન પદ્ધતિઓ આપી હતી. તેમણે કોષો અને પેશીઓની સપાટીને જોવા માટે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપીનો ઉપયોગ કર્યો અને તેનો ઉપયોગ પેશી સંવર્ધન માટે કર્યો હતો.

12th June 2020

Today’s temperature:-31℃

Sunrise:-5:58 am     

Sunset:-7:25 pm

Length of the day:-13h 26m

Famous day:- World Day Against Child Labour

Fritz Albert Lipmann (12th June 1899):-

German-American biochemist who shared (with Sir Hans Krebs) the 1953 Nobel Prize for Physiology or Medicine for the discovery of coenzyme A, an important catalytic substance involved in the cellular conversion of food into energy. Coenzyme A is a compound with a rather small molecule, which, when united with the enzyme-protein, acquires the property of binding acetic acid. Acetic acid is normally quite unreactive but when bound in this way it becomes labile and reactive and represents the previously mystical 2-carbon compound which combines with a 4-carbon compound to form citric acid. A new way for the transmission of energy in the cell was demonstrated by this discovery.

ફ્રિટ્ઝ આલ્બર્ટ લિપમેન (૧૨ જૂન ૧૮૯૯):-

તેઓ જર્મન-અમેરિકન બાયોકેમિસ્ટ હતાં જેમણે (સર હેન્સ ક્રેબ્સ સાથે) 1953 માં કોએન્ઝાઈમ (સહઉત્સેચક) A ની શોધ માટે ફિઝિયોલોજી અથવા મેડિસિન માટેનું નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું, જે ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ પદાર્થ છે. કોએન્ઝાઈમ A એ નાના નાના પરમાણુનું સંયોજન છે, જે જ્યારે એન્ઝાઈમ-પ્રોટીન સાથે જોડાય છે, ત્યારે એસિટિક એસિડ બનાવે છે. એસિટીક એસિડ સામાન્ય રીતે બિનઅસરકારક હોય છે, પરંતુ જ્યારે તે બંધ સ્વરૂપે હોય ત્યારે તે ક્રિયાશીલ બને છે અને અગાઉનાં 2-કાર્બન ધરાવતા સંયોજનનું પ્રતિનિધિત્વ કરે છે જે 4-કાર્બન ધરાવતા સંયોજન સાથે જોડાયને સાઇટ્રિક એસિડ બનાવે છે. આ શોધ કોષમાં ઉર્જાનાં પ્રસરણ માટેની રીત દર્શાવે છે.

13th June 2020

Today’s temperature:-34℃

Sunrise:-5:58 am     

Sunset:-7:25 pm

Length of the day:-13h 27m

Jérôme-Jean-Louis-Marie Lejeune (13th June 1913):-

French geneticist who made the first positive identification (1959) linking a human disorder to a chromosome aberration. The anomaly he pinpointed, the trisomy 21, causes Down syndrome, one of the most common forms of mental retardation. In Jul 1958, while examining the chromosomes of a so-called "Mongol" child, Lejeune discovered the existence of an extra chromosome on the 21st pair. On 26 Jan 1959, Jérôme Lejeune, with Marthe Gauthier and Raymond Turpin, presented their discovery to the Académie des Sciences. This began to shed light on the existence of diseases by chromosomal aberration, unsuspected until then. 

જ્યુર્મે-જીન-લુઇસ-મેરી લેજેયુન (૧૩ જૂન ૧૯૧૩):-

ફ્રેન્ચ આનુવંશિકવિદ, જેમણે માનવીય રંગસૂત્રને લગતી ખામીની ઓળખ (1959) કરી હતી. તેમણે 21માં રંગસૂત્રની ટ્રાયસોમી, કે જે ડાઉન સિન્ડ્રોમનું કારણ બને છે તે દર્શાવ્યું હતું, આ સિન્ડ્રોમ માનસિક મંદતાનો સામાન્ય પ્રકારો છે. જુલાઈ 1958 માં, "મોંગોલ" તરીકે ઓળખાતા બાળકનાં રંગસૂત્રોની તપાસ કરતી વખતે, લેજેયુને 21 મી રંગસૂત્રની જોડી પર વધારાના રંગસૂત્રનું અસ્તિત્વ શોધ્યું.  26 જાન્યુઆરી 1959 ના રોજ, જેર્મે લેજેઉન, માર્થે ગૌથિયર અને રેમન્ડ ટર્પિન સાથે, તેમની શોધ એકેડેમી ડેસ સાયન્સિસ સમક્ષ રજૂ કરી. આ પછી રંગસૂત્રીય ખામીનાં પરિણામે રોગો થઈ શકે તે બાબત પર સંશોધન શરૂ થયું. 

14th June 2020

Today’s temperature:-31℃

Sunrise:-5:58 am     

Sunset:-7:25 pm

Length of the day:-13h 27m

Famous day:- World Blood Donor day (વિશ્વ રક્તદાન દિવસ)

Karl Landsteiner (14th June 1868):-

He was an Austrian biologist, physician, and immunologist. He distinguished the main blood groups in 1900, having developed the modern system of classification of blood groups from his identification of the presence of agglutinins in the blood, and identified, with Alexander S. Wiener, the Rhesus factor, in 1937, thus enabling physicians to transfuse blood without endangering the patient's life. With Constantin Levaditi and Erwin Popper, he discovered the polio virus in 1909. He received the Aronson Prize in 1926. In 1930, he received the Nobel Prize in Physiology or Medicine. 

કાર્લ લેન્ડસ્ટેઈનર (૧૪ જૂન ૧૮૬૮):-

એક ઓસ્ટ્રિયન જીવવિજ્ઞાની, ચિકિત્સક અને ઈમ્યુનોલોજિસ્ટ હતાં. તેમણે રક્ત જૂથનાં વર્ગીકરણ 1900 માં કર્યું હતું. આ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ રક્તમાં એગ્લૂટિનની (એક પ્રકારનું એન્ટીબોડી) હાજરીની ઓળખ ઉપરથી વિકસાવવામાં આવી હતી, અને 1937 માં, એલેક્ઝાન્ડર એસ.વિનિયર સાથે રિસસ પરિબળની ઓળખ કરી હતી, આ રીતે દર્દીઓને જોખમમાં મુક્યા વગર લોહીની તપાસ કરવાની પદ્ધતિ તેમણે ચિકિત્સકો સામે રજૂ કરી હતી. કોન્સ્ટેન્ટિન લેવાડિતી અને એર્વિન પોપર સાથે, તેમણે 1909 માં પોલિયો વાયરસની શોધ કરી હતી. 1926 માં તેમને એરોન્સન પુરસ્કાર મેળવ્યો હતો. અને 1930 માં, તેમને ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

15th June 2020

Today’s temperature:-28℃

Sunrise:-5:58 am     

Sunset:-7:26 pm

Length of the day:-13h 27m

Herbert Simon (15th June 1916):-

Herbert Alexander Simon was an American social scientist who was a pioneer of the development of computer artificial intelligence. In 1956, with his long-time colleague Allen Newell, Simon produced the computer program, The Logic Theorist, a computer program that could discover proofs of geometric theorems. It was the first computer program capable of thinking, and marked the beginning of what would become known as artificial intelligence. He is further known for his contributions in fields including psychology, mathematics, statistics, and operations research, all of which he synthesized in a key theory for which he won the 1978 Nobel Prize for economics.

હર્બર્ટ સાઈમન (૧૫ જૂન ૧૯૧૬):-

હર્બર્ટ એલેક્ઝાન્ડર સાઈમન એક અમેરિકન સામાજિક વૈજ્ઞાનિક હતાં જે કમ્પ્યુટર આધારિત કૃત્રિમ બુદ્ધિનાં વિકાસનાં પ્રણેતા હતાં. 1956 માં, તેના જુના સાથીદાર એલન નેવેલ સાથે, સાઈમને કમ્પ્યુટર પ્રોગ્રામ, લોજિક થિયોરિસ્ટ બનાવ્યો, જે ભૌમિતિક પ્રમેયના પુરાવા શોધી શકશે. તે વિચાર કરવા માટે સક્ષમ કમ્પ્યુટરનો પ્રથમ પ્રોગ્રામ હતો, અને તે કૃત્રિમ બુદ્ધિની શરૂઆત હતી.  તેઓ મનોવિજ્ઞાન, ગણિત, આંકડા અને ઓપરેશન સંશોધન જેવા ક્ષેત્રોમાં તેમના યોગદાન માટે પણ જાણીતા છે, આ બધામાં તેમણે ચાવીરૂપ સિદ્ધાંતો આપ્યાં હતાં જેના માટે તેમને અર્થશાસ્ત્ર માટેનો 1978 માં નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

16th June 2020

Today’s temperature:-33℃

Sunrise:-5:58 am      

Sunset:-7:26 pm

Length of the day:-13h 27m

Barbara McClintock (16th June 1902):-

American scientist regarded as one of the most important figures in the history of genetics. In the 1940s and 1950s McClintock's work on the cytogenetics of maize led her to theorize that genes are transposable - they can move around - on and between chromosomes. McClintock drew this inference by observing changing patterns of coloration in maize kernels over generations of controlled crosses. The idea that genes could move did not seem to fit with what was then known about genes, but improved molecular techniques of the late 1970s and early 1980s allowed other scientists to confirm her discovery. She was awarded the 1983 Nobel Prize in Physiology or Medicine, the first American woman to win an unshared Nobel Prize.

બાર્બરા મેકક્લિન્ટોક (૧૬ જૂન ૧૯૦૨):-

તેઓ અમેરિકન વૈજ્ઞાનિક હતાં જેમને આનુવંશિકતા (જીનેટીક્સ)નાં ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવે છે. 1940 અને 1950 ના દાયકામાં મેકક્લિન્ટોકનાં મકાઈનાં સાયટોજીનેટિક્સ પરના કામનાં આધારે તેમણે જણાવ્યું કે જનીન ટ્રાન્સપોઝેબલ છે - રંગસૂત્રો એક જગ્યાએ થી બીજી જગ્યાએ ફેરવી શકાય છે. મેકક્લિન્ટોકે પેઢીના ક્રોસના આધારે મકાઈના દાણામાં રંગની બદલાતી પેટર્નનું નિરીક્ષણ કરીને આ અનુમાન કર્યું હતું. જનીનો સ્થળાંતર કરી શકે તે કોઈ સમજી શકતું ન હતું પરંતુ 1970 ના દાયકાના અંતમાં અને 1980 ના દાયકાની શરૂઆતમાં સુધારેલી પરમાણુ તકનીકોથી અન્ય વૈજ્ઞાનિકો એ પણ તેમની શોધની સાબિતી આપી હતી. તેમને 1983 માં ફિઝિયોલોજી અથવા મેડિસિનનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, તેઓ અન્ય સાથે શેર કર્યા વગર નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ અમેરિકન મહિલા હતાં.

17th June 2020

Today’s temperature:-33℃

Sunrise:-5:59 am      

Sunset:-7:26 pm

Length of the day:-13h 27m

Sir William Crookes (17th June 1832):-

English physicist and chemist who discovered the element thallium and showed that cathode-rays were fast-moving, negatively-charged particles. The Crookes dark space is the dark region around a cathode making electrical discharges at low pressure. He invented the radiometer (1875) in which four vanes suspended on a needle in a vacuum with one side black and the other side white are observed to rotate by the effect of incident light. He also invented the spinthariscope (1903). His interests included spiritualism, but provided more practical guidance for improving sanitation and artifical fertilizers.

સર વિલિયમ ક્રૂક્સ (૧૭ જૂન ૧૮૩૨):-

તેઓ ઇંગ્લિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી હતાં જેમણે થેલિયમ તત્વ શોધ્યું હતું અને બતાવ્યું કે કેથોડ-કિરણો ઝડપથી વહન પામતાં, નકારાત્મક-વિજભાર ધરાવતાં કણો છે. ક્રૂક્સ ડાર્ક સ્પેસ એ કેથોડની આજુબાજુનું ડાર્ક ક્ષેત્ર છે જે ઓછા દબાણમાં ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ કરે છે. તેણે રેડિયોમીટર (1875) ની શોધ કરી જેમાં એક બાજુ કાળા રંગવાળા અને બીજી બાજુ સફેદ રંગવાળા ચાર વેન, વેક્યૂમમાં સોય પર મુકવામાં આવે અને તે પ્રકાશનાં આધારે ફરે છે. તેમણે સ્પિન્થરીસ્કોપ (1903) ની પણ શોધ કરી હતી. તેમની રુચિઓમાં આધ્યાત્મિકતા શામેલ છે, આ ઉપરાંત તેમણે સ્વચ્છતા અને કૃત્રિમ ખાતરોમાં સુધારો કરવા માટે વધુ ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું હતું.

18th June 2020

Today’s temperature:-34℃

Sunrise:-5:59 am     

Sunset:-7:26 pm

Length of the day:-13h 27m

Prosper Menière (18th June 1799):-

He was a French doctor who first identified that the inner ear could be the source of a condition combining vertigo, hearing loss and tinnitus, which is now known as Ménière's disease. Ménière's disease (MD) is a disorder of the inner ear that is characterized by episodes of feeling like the world is spinning (vertigo), ringing in the ears (tinnitus), hearing loss, and a fullness in the ear. Typically, only one ear is affected initially however, over time both ears may become involved.

પ્રોસ્પર મેનિઅર (૧૮ જૂન ૧૭૯૯):-

તેઓ ફ્રેન્ચ ડૉક્ટર હતાં જેમણે સૌપ્રથમ જણાવ્યું કે અંતઃ કર્ણ એ ચક્કર (વર્ટિગો), સાંભળવાની ખોટ અને ટિનીટસ (કાનમાં વિચિત્ર અવાજ સંભળાવો)ની સયુંકત સ્થિતિનાં નિર્માણ માટે જવાબદાર છે, જેને હવે મેનિઅર્સ ડિસીસ (રોગ) તરીકે ઓળખવામાં આવે છે. મેનિઅર્સ ડિસીસ (MD) એ આંતરિક કાનની બીમારી છે જેની અનુભૂતિનાં થોડા થોડા સમયે ચક્કર (વર્ટિગો) છે, કાનમાં વિચિત્ર અવાજ સંભળાવો (ટિનીટસ), સાંભળવાની ખોટ જેવી સ્થિતિ માટે જવાબદાર છે. સામાન્ય રીતે, શરૂઆતમાં ફક્ત એક જ કાન અસરગ્રસ્ત છે, સમય જતાં બંને કાનમાં તેની અસર થાય છે.

19th June 2020

Today’s temperature:-31℃

Sunrise:-5:59 am      

Sunset:-7:27 pm

Length of the day:-13h 27m

World sickle cell awareness day

The international awareness day is observed annually with the goal to increase public knowledge and an understanding of sickle cell disease. Sickle cell disease, an inherited group of disorders, red blood cells contort into a sickle shape. The cells die early, leaving a shortage of healthy red blood cells (sickle cell anaemia) and can block blood flow causing pain (sickle cell crisis).

વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ

આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ સિકલ સેલ રોગની સમજ વધારવા તેમજ જાહેર લોકોમાં તે વિશેનું જ્ઞાન વધારવાના લક્ષ્ય સાથે દર વર્ષે ઉજવવામાં આવે છે. સિકલ સેલ ડિસીઝ, એક પ્રકારની વારસાગત વિકૃતિ છે, લાલ રક્ત કોશિકાઓ સિકલ (દાંતરડાં) આકારમાં ફેરવાય છે. રક્તકોષો વહેલા મૃત્યુ પામે છે, જેથી તંદુરસ્ત લાલ રક્તકણોની અછત સર્જાય છે (સિકલ સેલ એનિમિયા) અને લોહીના પ્રવાહને અવરોધે છે જેનાથી પીડા થાય છે.

Aage Niels Bohr (19th June 1922):-

He was a Danish nuclear physicist who shared the Nobel Prize in Physics in 1975 with Ben Mottelson and James Rainwater "for the discovery of the connection between collective motion and particle motion in atomic nuclei and the development of the theory of the structure of the atomic nucleus based on this connection". The theory helped explain many nuclear properties by showing that nuclear particles can vibrate and rotate so as to distort the shape of the nucleus from the expected spherical symmetry into an ellipsoid.

આગે નીલ્સ બોહર (૧૯ જૂન ૧૯૨૨):-

તેઓ ડેનિશ પરમાણુ ભૌતિકશાસ્ત્રી હતાં જેમને અણુનાં કેન્દ્રમાં સામૂહિક ગતિ અને સૂક્ષ્મ ગતિ વચ્ચેનાં જોડાણની શોધ અને અણુનાં ન્યુક્લિયસની રચનાનાં સિદ્ધાંતનાં વિકાસ માટે બેન મોટેલસન અને જેમ્સ રેઇનવોટર સાથે 1975 માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ થિયરીએ ઘણા પરમાણુ ગુણધર્મોને સમજાવવામાં મદદ કરી જેમ કે પરમાણુ કણો કંપન કરી શકે છે અને ફેરી શકે છે જેથી અપેક્ષિત ગોળાકાર માંથી કેન્દ્રનો આકાર લંબગોળમાં ફેરવાય છે.

20th June 2020

Today’s temperature:-34℃

Sunrise:-5:59 am      

Sunset:-7:27 pm

Length of the day:-13h 27m

George Redmayne Murray (20th June 1865):-

English physician who pioneered in the treatment of endocrine disorders. He was one of the first to use extractions of animal thyroid to relieve myxedema (severe hypothyroidism) in humans. In 1891, Murray cut the thyroid out of a sheep, strained it through a handkerchief and prepared emulsions of dried sheep thyroid in glycerine. Despite being scoffed at by his colleagues, when he injected the thyroid extract into a patient with myxedema (the common form of hypothyroidism), he was completely successful on his first such attempt with the treatment. With continued use of thyroid extract, the patient lived in good health for over twenty-eight years after she had reached an advanced stage of myxoedema.

જ્યોર્જ રેડમેયન મુરે (૨૦ જૂન ૧૮૬૫):-

તેઓ અંગ્રેજી ચિકિત્સક હતાં કે જેમણે અંત:સ્ત્રાવી ગ્રંથીની ખામીની સારવારમાં પહેલ કરી. મનુષ્યમાં મિક્ઝોઈડિમા (ગંભીર હાઈપોથાઈરોડિઝમ) દૂર કરવા માટે તેઓ પ્રાણીની થાઈરોઈડ ગ્રંથીનો ઉપયોગ કરનારા પ્રથમ વ્યક્તિ હતાં.  1891 માં, મુરેએ ઘેટાંમાંથી થાઈરોઈડ દુર કરીને, રૂમાલ દ્વારા તેને અભિરંજીત કરી અને ગ્લિસરીનમાં ઘેટાંની થાઈરોઈડની સાથે મિશ્ર કરી. તેના સાથીદારોએ તેની મજાક ઉડાવી હોવા છતાં, જ્યારે તેણે મિક્ઝોઈડિમા (ગંભીર હાઈપોથાઈરોડિઝમ) ના દર્દીમાં આ થાઈરોઈડ દાખલ કર્યું, ત્યારે તે આ સારવારનાં પ્રથમ પ્રયાસમાં સંપૂર્ણપણે સફળ રહ્યા. મિક્ઝોઈડિમા (ગંભીર હાઈપોથાઈરોડિઝમ) ધરાવતા દર્દીમાં થાઈરોઈડનાં આવા પ્રયાસ પછી દર્દી અઠ્ઠાવીસ વર્ષ સુધી સારા આરોગ્ય સાથે જીવીત રહ્યો હતો.

21st June 2020

Today’s temperature:-31℃

Sunrise:-5:59 am     

Sunset:-7:27 pm

Length of the day:-13h 27m

Famous day:- 

-International Yoga day

-World Music day

-LONGEST DAY OF THE YEAR

-Biggest Solar Eclipse

Herbert Friedman (21st June 1916):-

American astronomer who made seminal contributions to the study of solar radiation. He joined the Naval Research Laboratory in 1940 and developed defense-related radiation detection devices during WW II. In 1949, he obtained the first scientific proof that X rays emanate from the sun. When he directed the firing into space of a V-2 rocket carrying a detecting instrument. Through rocket astronomy, he also produced the first ultraviolet map of celestial bodies, and gathered information for the theory that stars are being continuously formed, on space radiation affecting Earth and on the nature of gases in space. He also made fundamental advances in the application of x rays to material analysis.

હર્બર્ટ ફ્રાઈડમેન (૨૧ જૂન ૧૯૧૬):-

તેઓ અમેરિકન ખગોળશાસ્ત્રી હતાં, જેમણે સૂર્યનાં રેડિએશનના અધ્યયનમાં યોગદાન આપ્યું હતું. તે 1940 માં નેવલ રિસર્ચ લેબોરેટરીમાં જોડાયા અને વિશ્વયુદ્ધ 2 દરમિયાન સંરક્ષણ સંબંધિત રેડિએશનને શોધી શકે તેવા ઉપકરણો વિકસાવ્યા. 1949 માં, તેમણે પ્રથમ વૈજ્ઞાનિક પુરાવો મેળવ્યો કે સૂર્યમાંથી X-રે (કિરણો) નીકળે છે. જ્યારે તેણે શોધખોળ માટેનું સાધન ધરાવતા V -2 રોકેટને અવકાશમાં છોડ્યું હતું. રોકેટ એસ્ટ્રોનોમી દ્વારા, તેમણે અવકાશી પદાર્થોનો પ્રથમ અલ્ટ્રાવાયોલેટ નકશો પણ બનાવ્યો હતો, અને તારાઓની સતત રચના પર, પૃથ્વી પર અસર કરતા અવકાશીય કિરણોત્સર્ગ (રેડિએશન) પર અને અવકાશમાં વાયુઓની પ્રકૃતિ વિશેનાં સિદ્ધાંતો સમજાવવા માટે માહિતી એકઠી કરી હતી. તેમણે વસ્તુનાં ભૌતિક વિશ્લેષણ માટે X-રે (કિરણો) ની એપ્લિકેશનમાં પણ સુધારા કર્યા હતાં.

22nd June 2020

Today’s temperature:-32℃

Sunrise:-6:00 am      

Sunset:-7:27 pm

Length of the day:-13h 27m

N. Howell Furman (22nd June 1892):-

American analytical chemist whose analytical separation of uranium contributed to the development of the atomic bomb. He developed special techniques for preparing the bomb project materials, notably the sampling and analysis necessary for producing pure uranium metal. He also devised a new method of estimating traces of metals in various substances and assisted in developing an ether extraction process for the preparation of uranium oxide of the extreme purity required. His special methods also made possible greater utilization of tracer techniques with radioactive and stable isotopes.

એન. હોવેલ ફ્યુર્મેન (૨૨ જૂન ૧૮૯૨):-

અમેરિકન વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્રી, જેમની યુરેનિયમને અલગ કરવાની વિશ્લેષણાત્મક પદ્ધતિ એ અણુ બોમ્બના વિકાસમાં ફાળો આપ્યો. તેમણે બોમ્બ પ્રોજેક્ટ મટિરીયલ્સ તૈયાર કરવા માટે વિશેષ તકનીકીઓ વિકસાવી હતી, ખાસ કરીને શુદ્ધ યુરેનિયમ ધાતુના ઉત્પાદન માટે જરૂરી વિશ્લેષણ પદ્ધતિઓ વિકસાવી. તેમણે વિવિધ પદાર્થોમાં ધાતુઓના કણો ચકાસવાની એક નવી પદ્ધતિ પણ આપી અને જરૂરી શુદ્ધતાવાળા યુરેનિયમ ઓકસાઈડની બનાવટ માટે ઈથર નિષ્કર્ષણ પ્રક્રિયા વિકસાવવામાં મદદ કરી. તેની વિશેષ પદ્ધતિઓએ રેડિયોએક્ટીવ અને સ્થિર આઈસોટ્રોપથી ટ્રેસર તકનીકોનો વધુને વધુ ઉપયોગ શક્ય બનાવ્યો.

23rd June 2020

Today’s temperature:-29℃

Sunrise:-6:00 am     

Sunset:-7:28 pm

Length of the day:-13h 27m

Famous day:- International Olympic day

Nicholas Shackleton (23rd June 1937):-

English geologist and paleoclimatologist who helped identify carbon dioxide as a greenhouse gas. He studied the ancient climate changes of the Quaternary period, the last 1.8 million years, during which there were periods building up massive ice sheets and mountain ice caps alternating with warm weather when the ice receded. His data showed Ice Ages occurred roughly every 100,000 years, by analysing an ice sheet in Russia and deep-sea fossil shells. He demonstrated that Ice Ages were linked to decreases in atmospheric carbon dioxide. Conversely, he warned, the present excessive emissions of that gas into the atmosphere can cause global warming. 

નિકોલસ શેકલેટન (૨૩ જૂન ૧૯૩૭):-

તેઓ ઈંગ્લિશ ભૂસ્તરશાસ્ત્રી અને પેલેઓક્લાઈમેટોલોજિસ્ટ હતાં, જેમણે ગ્રીનહાઉસ ગેસ તરીકે કાર્બન ડાયોક્સાઈડની ઓળખવા કરવામાં મદદ કરી હતી. તેમણે ચોથા ભાગનાં પ્રાચીન સમયગાળાનાં એટલે કે છેલ્લા ૧.8 મિલિયન વર્ષોનાં હવામાનમાં થતાં ફેરફારોનો અભ્યાસ કર્યો હતો, જે દરમિયાન બરફ ઓછો થતાં ગરમ ​​હવામાન સાથે બરફની ચાદરો અને પર્વતની ઉપરની ટોચ બરફની હતી તેવો સમય હતો. રશિયામાં બરફની ચાદર અને ઠંડા સમુદ્રનાં અવશેષોનું વિશ્લેષણ કર્યાં પછી તેમનો ડેટા બતાવે છે કે, આશરે 100,000 વર્ષ પછી બરફ યુગ આવે છે. તેમણે દર્શાવ્યું કે બરફ યુગ વાતાવરણીય કાર્બન ડાયોક્સાઈડનાં ઘટાડા સાથે જોડાયેલો છે.  તેમજ, તેમણે ચેતવણી આપી કે, વાતાવરણમાં તે વાયુનું વધુ પડતું ઉત્સર્જન ગ્લોબલ વોર્મિંગનું કારણ બની શકે છે.

24th June 2020

Today’s temperature:-30℃

Sunrise:-6:00 am      

Sunset:-7:28 pm

Length of the day:-13h 27m

Victor Francis Hess (24th June 1883):-

Austrian-American physicist who shared (with Carl D. Anderson of the United States) the Nobel Prize for Physics in 1936 for his discovery of cosmic rays (high-energy radiation originating in outer space). By means of instruments carried aloft in balloons, Hess and others proved that radiation that ionizes the atmosphere is of cosmic origin. He (1939) a 27-day cycle of cosmic-ray intensity to the magnetic field of the sun and correlated it with the 27-day period of rotation of the sun. He also worked on devising methods for detecting minute quantities of radioactive substances. Hess made basic contributions to an understanding of radiation and its effects on the human body.

વિક્ટર ફ્રાન્સિસ હેસ (૨૪ જૂન ૧૮૮૩):-

ઓસ્ટ્રિયન-અમેરિકન ભૌતિકશાસ્ત્રી જેમને કોસ્મિક કિરણો (બાહ્ય અવકાશમાં ઉદ્ભવતા ઉચ્ચ-ઉર્જા કિરણોત્સર્ગ) ની શોધ માટે 1936 માં ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર (યુનાઇટેડ સ્ટેટ્સના કાર્લ ડી. એન્ડરસન સાથે) શેર કર્યુઁ હતું. મોટા ગુબ્બારાની આજુબાજુ સાધનોનાં વહન દ્વારા, હેસ અને અન્ય લોકોએ સાબિત કર્યું કે વાતાવરણને આયનોઈઝ કરતું રેડિએશન કોસ્મિક કિરનોનું મૂળનું છે. તેમણે (1939) કોસ્મિક કિરણોની તીવ્રતાનાં 27-દિવસના ચક્રને સૂર્યનાં ચુંબકીય ક્ષેત્રમાં જોડ્યો અને તેને સૂર્યના પરિભ્રમણને 27-દિવસના સમયગાળા સાથે સાંકળ્યો. તેમણે રેડિયોએક્ટિવ પદાર્થોનાં જથ્થાને શોધવા માટેની પદ્ધતિઓ ઘડવા પર પણ કામ કર્યું. હેસે રેડિએશનની સમજ અને તેની માનવ શરીર પરની અસરોને સમજવામાં મૂળભૂત યોગદાન આપ્યું હતું.

25th June 2020

Today’s temperature:-33℃

Sunrise:-6:00 am      

Sunset:-7:28 pm

Length of the day:-13h 27m

Rupert Wildt (25th June 1905):-

German-American astronomer who studied atmospheres of planets. He identified (1932) certain absorption bands (observed by Slipher) in the spectra of Jupiter and the outer planets as indicative of ammonia and methane as minor components of these planets which are primarily composed of hydrogen and helium. He speculated (1937) that droplets of formaldehyde formed the clouds of Venus, since water was not detected. (In fact, surface water is absent on Venus, but the clouds do contain water with sulphur and sulphuric acid.) In 1939, he realized the importance of the negative hydrogen ion for stellar opacity. By the 1940s, he proposed the greenhouse theory to explain how atmospheric gases produced unexpectedly high temperatures of Venus.

રુપર્ટ વાઈલ્ડટ (૨૫ જૂન ૧૯૦૫):-

જર્મન-અમેરિકન ખગોળશાસ્ત્રી જેમણે ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કર્યો હતો. તેમણે ગુરુનાં સ્પેક્ટ્રામાં અને બીજા બાહ્ય ગ્રહોનાં નાના ઘટકો તરીકે એમોનિયા અને મિથેન જે મુખ્યત્વે હાઈડ્રોજન અને હિલીયમથી બનેલા (1932) કેટલાક શોષણ બેન્ડ્સ (સ્લિફર દ્વારા અવલોકન કરીને) ની શોધ કરી હતી. તેમણે અનુમાન લગાવ્યું (1937) કે ફોર્માલ્ડિહાઇડનાં ટીપાં શુક્ર ઉપર વાદળોની રચના કરે છે, કારણ કે ત્યાં પાણી શોધી શકાયું નથી.  (હકીકતમાં, શુક્ર પર સપાટીનું પાણી જોવા મળતું નથી, પરંતુ વાદળોમાં સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડ સાથે પાણી હોય છે.) 1939 માં, તેમને તારાઓની અસ્પષ્ટતા માટે નકારાત્મક હાઈડ્રોજન આયનનું મહત્વ સમજાયું.  1940 ના દાયકા સુધીમાં, તેમણે ગ્રીનહાઉસ થિયરીનો પ્રસ્તાવ મૂક્યો તે સમજાવવા માટે કે કેવી રીતે વાતાવરણીય વાયુઓ શુક્રનાં તાપમાનમાં અણધાર્યો વધારો કરે છે.

26th June 2020

Today’s temperature:-33℃

Sunrise:-6:01 am      

Sunset:-7:28 pm

Length of the day:-13h 27m

Yoshiro NakaMats (26th June 1928):-

Japanese inventor who has been called “Japan’s Edison” because his over 3,000 patents make him the world’s most prolific inventor. (Thomas Alva Edison is a distant second with 1,093). NakaMats invented the floppy disk in 1950 at the Imperial University in Tokyo. After six of Japan's leading corporations turned him down, he granted the sales license for the disk to IBM. Dr. NakaMats interests are wide as reflected in his patents, which also include a digital display watch. Other patents range from a “Putting training device for golfers” to an “Apparatus for converting radiant energy such as light or heat directly into turning force” or an “Energy system for applying mixed hydrogen and gasoline to an engine.”

યોશીરો નાકામાટ્સ (૨૬ જૂન ૧૯૨૮):-

જાપાની શોધક કે જેમને "જાપાનનાં એડિસન" પણ કહેવામાં આવે છે કારણ કે તેમના નામે ૩,૦૦૦ થી વધુ પેટન્ટ છે જે તેમને વિશ્વનાં સૌથી પ્રખ્યાત શોધક બનાવે છે (થોમસ અલ્વા એડિસનનાં નામે 1,093 પેટન્ટ છે તેઓ બીજો સ્થાને છે). નાકામાટ્સે 1950 માં ટોક્યોની ઈંપેરિયલ યુનિવર્સિટીમાં ફ્લોપી ડિસ્કની શોધ કરી. જાપાનની અગ્રણી છ કંપનીઓએ તેમને નકારી કાઢ્યા પછી, તેણે IBM ને ડિસ્ક માટેનું વેચાણ લાઇસન્સ આપ્યું. ડો. નાકામાટ્સની રુચિઓ તેના પેટન્ટ્સમાં પ્રતિબિંબિત થાય છે, જેમાં ડિજિટલ ડિસ્પ્લે વોચ શામેલ છે. તેમની અન્ય પેટન્ટ્સ “ગોલ્ફરો માટે તાલીમ ઉપકરણ” થી લઈને “પ્રકાશ અથવા ઉષ્ણતા જેવી ઉર્જાને સીધા બળમાં ફેરવવા માટેનાં ઉપકરણ” અથવા “એન્જિનમાં હાઇડ્રોજન અને ગેસોલિનનું મિશ્રણ ઉમેરી ઉર્જા ઉતપન્ન કરવી” જેવી પેટન્ટનો સમાવેશ થાય છે.

27th June 2020

Today’s temperature:-33℃

Sunrise:-6:01 am      

Sunset:-7:28 pm

Length of the day:-13h 27m

Frank Rattray Lillie (27th June 1870):-

American zoologist and embryologist, known for his discoveries concerning the fertilization of the egg (ovum) and the role of hormones in sex determination. In 1914, Lillie hypothesized the existence of a substance, fertilizin, in the jelly coat of eggs which causes sperm cells to clump together. In 1916, he demonstrated the role of sex hormones in freemartinism. His embryological investigations reached into all aspects of cellular and embryonic development. He wrote The Development of the Chick (1908), a leading embryology text, and The Woods Hole Marine Biological Laboratory (1944).

ફ્રેન્ક રેટ્રે લિલી (૨૭ જૂન ૧૮૭૦):-

અમેરિકન પ્રાણીવિજ્ઞાની અને એમ્બ્રોયોલોજિસ્ટ, જે ઇંડા (અંડકોષ) ના ગર્ભાધાન અને જાતી નક્કી કરવામાં હોર્મોન્સ (અંત:સ્ત્રાવ)ની ભૂમિકા અંગેની તેમની શોધ માટે જાણીતા છે. ઈ.સ. 1916 માં, તેમણે ફ્રીમાર્ટિનિઝમમાં સેક્સ હોર્મોન્સ (જાતીય અંતઃ સ્ત્રાવ)ની ભૂમિકા દર્શાવી. તેમની ગર્ભવિજ્ઞાનવિષયક તપાસ કોષીય અને ગર્ભ વિકાસના તમામ પાસાઓ સુધી પહોંચી. તેમણે ડેવલપમેન્ટ ઓફ ચિક (1908), એક અગ્રણી એમ્બ્રોયોલોજી લખાણ અને ધ વૂડ્સ હોલ મરીન બાયોલોજિકલ લેબોરેટરી (1944) નામનાં પુસ્તકો લખ્યા હતાં.

 

28th June 2020

Today’s temperature:-31℃

Sunrise:-6:01 am     

Sunset:-7:28 pm

Length of the day:-13h 26m

Robert Ledley (28th June 1926):-

American physicist and radiologist who invented the ACTA (Automatic Computerized Transverse Axial) diagnostic X-ray scanner, the first whole-body computerized tomography (CT) machine (U.S. patent no. 3,922,552) which revolutionized medical diagnosis. The ACTA can make a three-dimensional analysis of all organs and parts of the body in a series of cross-section images using thin X-ray beams and high power computer processing of the collected data. Using the ACTA, diagnosis of tumours, infection or bleeding is possible even deep within large organs, and it can give improved radiation therapy for cancer. 

રોબર્ટ લેડલી (૨૮ જૂન ૧૯૨૬):-

અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને રેડિયોલોજિસ્ટ કે જેમણે ACTA (ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ્ડ ટ્રાંસ્વર્સ એક્સેલ) રોગનાં નિદાન માટે એક્સ-રે સ્કેનર, આખા શરીરનાં કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી (CT) મશીનની શોધ કરનાર તબીબી નિદાનમાં ક્રાંતિ લાવનાર પ્રથમ વ્યક્તિ હતાં. ACTA પાતળા એક્સ-રે બીમ અને ડેટાને એકત્રિત કરી ઉચ્ચ પાવર કમ્પ્યુટર પ્રોસેસિંગનો ઉપયોગ કરીને ક્રોસ-સેક્શન દ્વારા એકસાથે બધા અવયવો અને શરીરના ભાગોનું ત્રિ-પરિમાણીય વિશ્લેષણ કરી શકે છે. ACTAનો ઉપયોગ કરીને, મોટા અવયવોની અંદર પણ ગાંઠ, ચેપ અથવા રક્તસ્રાવનું નિદાન શક્ય છે, અને તેના દ્વારા કેન્સર માટે રેડિયેશન થેરેપી થઈ શકે છે.  

29th June 2020

Today’s temperature:-34℃

Sunrise:-6:01 am      

Sunset:-7:28 pm

Length of the day:-13h 26m

Prasanta Mahalanobis (29th June 1893):-

Prasanta Chandra Mahalanobis was an Indian statistician who set up large-scale surveys, applied statistical theory and created institutions to carry out such work. He studied physics and mathematics at the University of Cambridge, and became  interested in statistics. He returned to India in 1915. Although he began a teaching career in physics, he turned to statistics in applications of anthropology, meteorology and biology. He established the Indian Statistical Institute in Calcutta (17 Dec 1931). The Mahalanobis distance was his innovation in statistics to compare two data sets. He also devised fractile graphical analysis to study socioeconomic conditions. He applied statistics to issues of crop yields and planning for flood control.

પ્રશાંત મહાલનોબિસ (૨૯ જૂન ૧૮૯૩):-

પ્રશાંતચંદ્ર મહાલનોબિસ એક ભારતીય આંકડાશાસ્ત્રી હતાં જેમણે મોટા પાયે અલગ અલગ સર્વે આપ્યાં હતાં, આંકડાકીય સિદ્ધાંત આપ્યાં હતાં અને આવી રીતની કામગીરી આગળ કરવા માટે સંસ્થા બનાવી હતી. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેમને આંકડાશાસ્ત્રમાં રસ પડ્યો. તેઓ 1915 માં ભારત પરત ફર્યા. ભૌતિકશાસ્ત્રમાં શિક્ષક તરીકે કારકીર્દિની શરૂઆત કર્યા બાદ, તેમણે માનવશાસ્ત્ર, હવામાનશાસ્ત્ર અને જીવવિજ્ઞાન જેવાં વિષયોનાં આંકડાઓ તરફ વળ્યા. તેમણે કલકત્તામાં ભારતીય આંકડાકીય સંસ્થા (ઈન્ડિયન સ્ટેટિકલ ઈન્સ્ટીટયુટ)ની સ્થાપના (17 ડિસેમ્બર 1931માં) કરી. બે ડેટા સેટની સરખામણી (તુલના) આંકડામાં કરવા મહાલનોબિસનું અંતરની રચના કરી હતી. તેમણે સામાજિક આર્થિક પરિસ્થિતિઓનો અભ્યાસ કરવા માટે ફ્રેક્ટાઈલ ગ્રાફિકલ વિશ્લેષણ પણ આપ્યું હતું. તેમણે પાક ઉપજ અને પૂર નિયંત્રણનાં આયોજનનાં મુદ્દાઓ સમજવા માટે પણ તેમાં આંકડાનો ઉપયોગ કર્યો હતો.

30th June 2020

Today’s temperature:-33℃

Sunrise:-6:02 am      

Sunset:-7:28 pm

Length of the day:-13h 26m

Famous day:- World Asteroid day

Asteroid Day is an annual global event which is held on the anniversary of the Siberian Tunguska event that took place on June 30, 1908. Asteroids are rocky worlds revolving around the sun that are too small to be called planets. They are also known as planetoids or minor planets.

વિશ્વ એસ્ટરોઈડ દિવસ

એસ્ટરોઈડ દિવસ એ વૈશ્વિક વાર્ષિક ઘટના છે જે 30 જૂન, 1908 ના રોજ સાઈબેરીયન ટંગુસ્કા ઈવેન્ટની વાર્ષિક સમારોહ પર યોજવામાં આવ્યો હતો. એસ્ટરોઈડ સૂર્યની આસપાસ ફરતી ખડકાળ રચના છે જે ગ્રહોની સરખામણીએ ખૂબ નાના છે. તેને પ્લેનોઇડ્સ અથવા નાના ગ્રહ તરીકે પણ ઓળખાય છે.

Chintamani Nagesa Ramachandra Rao (30th June 1934):-

Indian chemist who has worked mainly in solid-state and structural chemistry. He has honorary doctorates from 60 universities from around the world, and has authored around 1,600 research publications and 51 books. He is described as a scientist who had won all possible awards in his field except the Nobel Prize. Rao is one of the world's foremost solid state and materials chemists. His work on transition metal oxides has led to basic understanding of novel phenomena and the relationship between materials properties and the structural chemistry of these materials. Rao was one of the earliest to synthesise two-dimensional oxide materials such as La2CuO4. He was one the first to synthesise 123 cuprate, the first liquid nitrogen-temperature superconductor in 1987. He was also the first to synthesize Y junction carbon nanotubes in the mid-1990s. On 16 November 2013, the Government of India selected him for Bharat Ratna, the highest civilian award in India, making him the third scientist after C.V. Raman and A. P. J. Abdul Kalam to receive the award.

ચિંતામણી નાગેસા રામચંદ્ર રાવ (૩૦ જૂન ૧૯૩૪):-

ભારતીય રસાયણશાસ્ત્રી જેમણે મુખ્યત્વે સોલીડ સ્ટેટ અને માળખાકીય રસાયણશાસ્ત્રમાં કામ કર્યું છે. તેમની પાસે વિશ્વભરની 60 યુનિવર્સિટીઓમાંથી ડોકટરેટ કર્યું છે, અને તેમણે લગભગ 1,600 સંશોધન પ્રકાશનો અને 51 પુસ્તકો લખ્યા છે. તેમને એક એવા વૈજ્ઞાનિક તરીકે વર્ણવવામાં આવે છે જેમણે નોબેલ પારિતોષિક સિવાય તેના ક્ષેત્રમાં તમામ શક્ય એવોર્ડ મેળવ્યા છે. રાવ સોલીડ સ્ટેટ અને મટીરીયલ રસાયણશાસ્ત્રમાં વિશ્વમાં પ્રખ્યાત રસાયણશાસ્ત્રી  છે. તેમણે સંક્રમીત મેટલ ઓકસાઈડ્સ પરના તેમના કાર્યને આધારે મટીરીયલ (વસ્તુ)નાં ગુણધર્મો અને આ તેનું રચનાકીય રસાયણશાસ્ત્ર વચ્ચેના સંબંધની મૂળભૂત સમજણ આપી હતી. રાવ La2CuO4 જેવી દ્વિ-પરિમાણીય ઓકસાઈડનું સંશ્લેષણ કરનારા પ્રથમ હતાં. તેઓ 1377 માં પ્રથમ પ્રવાહી નાઇટ્રોજન-તાપમાન સુપરકોન્ડક્ટર, 133 ક્યુપ્રેટનું સંશ્લેષણ કરનાર પ્રથમ વ્યક્તિ હતાં. 1990 ના દાયકાના મધ્યભાગમાં Y-જંકશન કાર્બન નેનોટ્યુબ્સનું સંશ્લેષણ કરનારા પણ તેઓ પ્રથમ વ્યક્તિ હતાં. 16 નવેમ્બર, 2013 ના રોજ, ભારત સરકારે તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન માટે પસંદ કર્યા, અને તેઓ સી.વી.રામન અને એ.પી.જે.અબ્દુલ કલામ બાદ આ પુરસ્કાર મેળવનાર ત્રીજા વૈજ્ઞાનિક હતાં.

Looks good? So, dont forget to share this wonderful data and with your friends! leave your feedback about the page below
Share This Page

This Post Has One Comment

  1. Anonymous

    I like this place very much

Comments are closed.