“પરંપરાગત ભારતીય વાનગીઓ અને તેનું પોષણમૂલ્ય” Video Challenge
(Webinar ની માહિતી માટે અહીં ક્લિક કરો )
આજકાલનાં આહારને લઈને ઘણી મોટી સમસ્યાઓ ઊભી થઈ રહી છે ત્યારે આહારને સમજવો ખૂબ જરૂરી છે.
ભારતીય પરંપરાગત વાનગીઓના ફેલાવા અને મહિલાઓ માટે પ્રોત્સાહન રૂપે કાર્ય કરવા 16મી ઓક્ટોબર વિશ્વ આહાર દિવસની ઉજવણીનું આયોજન કરેલ છે.
આ “પરંપરાગત ભારતીય વાનગીઓ અને તેનું પોષણમૂલ્ય” કાર્યક્રમમાં
- 12 વર્ષથી ઉપરની કોઈપણ વિદ્યાર્થી બહેનો કે દરેક મહિલાઓ ભાગ લઇ શકશે.
- ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોઈ પણ એક પરંપરાગત વાનગી અંગેનો વધુમાં વધુ 10 મિનિટનો વિડીયો બનાવીને મોકલવાનો રહેશે.
- જેમાં વીડિયોમાં જ
- ભાગ લેનારનું નામ,
- અભ્યાસ,
- જન્મતારીખ,
- શાળા કે સંસ્થાનું નામ,
- વાનગીનું નામ,
- વાનગી માટેના જરૂરી સાધનો/મટીરીયલ્સ અને ઘટકો,
- બનાવવાની રીત,
- તે માટેનો જરૂરી સમય,
- તેમાં રહેલ પોષક તત્વોનું મૂલ્ય
વગેરેનો ઉલ્લેખ કરવાનો રહેશે.
ભાગ લેનાર દરેકને ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમ વિનામૂલ્યે રાખવામાં આવે છે, જેમાં પસંદગી પામેલ વીડિયોને વિજ્ઞાનનગરીની વેબસાઇટ પર મુકવામાં આવશે.
ભાગ લેનાર વ્યક્તિઓ પોતાનો વીડીયો નીચે આપેલ ગૂગલ ફોર્મની લિન્ક ખોલી સીધો જ અપલોડ કરી શકે
https://forms.gle/YM8c8ix4ZxYXTb4P8
અથવા
તમે અમને ટેલિગ્રામ પણ કરી શકો છો.
નીચેની લિંકની મદદથી તમારા ફોન કે કોમ્પ્યુટરમાં ટેલિગ્રામ એપમાં અમારું id ખૂલી જશે
જો એમ ન થાય તો તમે જાતે ટેલિગ્રામ એપ ખોલી તેમાં આ નીચેનો શબ્દ સર્ચ કરીને અમારી સુધી પહોંચી શકો છો.
sciencecitybvn
ટેલિગ્રામ એપની મદદથી વીડિયો મોકલતી વખતે તમારું નામ અને નંબર અચૂક લખવું.
વીડીયો મોકલવાની છેલ્લી તારીખ
15 ઓક્ટોબર 2020 રહેશે.
વધુ માહિતી માટે વિજ્ઞાનનગરીનો સંપર્ક કરવા વિનતી.
“આહાર એ જ ઔષધ” અંગે વેબિનાર
આજકાલનાં આહારને લઈને ઘણી મોટી સમસ્યાઓ ઊભી થઈ રહી છે ત્યારે આહારને સમજવો ખૂબ જરૂરી છે. આ હેતુથી શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા
16 ઓક્ટોબર વિશ્વ આહાર દિવસની ઉજવણીના ભાગરૂપે “આહાર એ જ ઔષધ“ વિષય
પર
16-10-2020નાં રોજ સાંજે 4 થી 5 કલાકે
વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે. વેબિનારમાં જાણીતા ડાયેટિશિયન
સલોની ચૌહાણ દ્વારા
- આહાર એટલે શું?
- આહાર અને રોગોના સંબંધ,
- પોષક તત્વોની ઉણપથી થતા રોગો અને
- વિશ્વમાં આહાર માટેનો દૃષ્ટિકોણ
અંગે વક્તવ્ય અને પ્રશ્નોત્તરી કરવામાં આવશે.
જેમાં 10 વર્ષથી ઉપરના બધા જ બાળકો, શિક્ષકો, વાલીઓ અને નગરજનો નિઃશુલ્ક ભાગ લઇ શકશે.
નીચે આપેલ ગૂગલ કેલેન્ડરના બટન પર ક્લિક કરી તમે તમારા મોબાઇલમાં નોટિફિકેશન મેળવી શકશો.