✨ Selected Videos ✨
Maths Kit
સાયન્સ સિટી સાથે ઉજવો ગણિત દિવસ!
કોરોનાના સમયમાં કે જ્યારે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓથી ફિઝિકલી દૂર છે ત્યારે
અમે તમારા માટે એક નવો પ્રોગ્રામ લાવ્યા છીએ,
‘ગણિત શિક્ષણમાં સર્જનાત્મકતા’
આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિતે ખાસ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. જેનાથી શિક્ષકો પોતાની આગવી આવડત વડે વધુમાં વધુ વિધાર્થીઓ લાભ પહોંચાડી શકે.


શ્રીનિવાસ રામાનુજન
ગણિતના અગ્રણીઓમા સ્થાન ધરાવતા ભારતના શ્રીનિવાસન રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર ૧૮૮૭ના દિવસે થયેલો.
2012માં આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહે શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિન તરીકે જાહેર કર્યો.
આ કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક ધોરણનાં કોઈપણ શિક્ષકો ઉપરાંત દરેક લોકો જે ગણિત વિષયમાં રસ ધરાવે છે તેઓ ભાગ લઈ શકે છે.
તેનો હેતુ ગણિત વિષયના અમુક પાયાના એકમો કે જે બાળકો માટે ઘણીવાર કંટાળાજનક અથવા અઘરા બની રહેતા હોય તેને શિક્ષક પોતાની આગવી શૈલીથી સરળ અને રસપ્રદ બનાવી શકે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ વિજ્ઞાનનગરીની વેબસાઈટ ઉપર મુકેલા ગણિતના વિષયોનાં લિસ્ટમાંથી કોઈપણ એક વિષય પસંદ કરવાનો રહેશે.
કઈ રીતે કરશો......
અંગ્રેજી
ગુજરાતી
- વિડીયો સારી રીતે શુટ કરવો સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવો.
- તમે પોતાના વિડીયોમાં જુદા જુદા સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકે જેમકે ચાર્ટ, ફ્લેશ કાર્ડ , કોઈ મોડલ વગેરે.
તમારો વિડીયો ૨૦ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં સાયન્સ સિટીને મોકલી આપો.
-
રજીસ્ટર કરો
નીચે આપેલ રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
-
મોકલી આપો
તમારા વિડીયોને નીચે આપેલા અમારા ટેલિગ્રામ id પર મોકલી આપો. વિડીયો મોકલતી વખતે તમારી વિગત પણ મોકલવી.
- ટેલિગ્રામમા વિડીયો મોકલતી વખતે તમારી વિગત પણ સાથે મોકલવાની રહેશે
- રજીસ્ટ્રેશન વખતે આપેલ મોબાઈલ નંબર જ વિડીયો મોકલતી વખતે આપવો.
ટેલિગ્રામ
ટેલિગ્રામનાં લોગો પર ક્લિક કરતાંની સાથે જ તમે અમારા ઑફિશ્યલ અકાઉન્ટ પર આવી જશો. તેમ છતાં જો તમે ખોલી ન શક્યા હોય તો તમે ટેલિગ્રામમાં નીચે આપેલ id સર્ચ કરો.
અમારો સંપર્ક કરો
જો તમારે આ પ્રોગ્રામનાં સંદર્ભમાં કોઈ મદદની જરૂર હોય તો અમને ફોન દ્વારા સંપર્ક કરી શકો છો . તમે નમન ભટ્ટને આ પ્રોગ્રામ માટે સંપર્ક કરી શકો છો. ૦૨૭૮૨૨૦૫૨૨૦


Science City is very nice and so good website
thank you!?
Good concept for all maths teachers