નવી શિક્ષણનીતિ-2020માં વિજ્ઞાન-ગણિતનો ફાળો (વેબિનાર)
Webinar Video 👆
સમય : તારીખ 29 ઓક્ટોબર, ગુરુવારે બપોરે 4 થી 5
નવી શિક્ષણનીતિ-2020માં વિજ્ઞાન-ગણિતનો ફાળો (વેબિનાર)
શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ - ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે
શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ - ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ભારત સરકાર દ્વારા તૈયાર કરાયેલ નવી શિક્ષણ નીતિ-2020 માં વિજ્ઞાન અને ગણિત વિષય અંતર્ગત રજુ થયેલ મુદ્દાઓ વિશે માહિતગાર બને તે હેતુથી "નવી શિક્ષણનીતિમાં વિજ્ઞાન-ગણિતનો ફાળો" વિષય પર 29 ઓક્ટોબર, 2020 ગુરુવારનાં રોજ 4 થી 5 દરમિયાન એક તદ્દન નવા વેબિનારનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે.
આ વેબિનારમાં ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશન રીસર્ચ અને ટ્રેનીંગ જીસીઈઆરટી- ગાંધીનગરનાં ભૂતપૂર્વ નિયામક ◤ શ્રી ડૉ. નલીનભાઈ પંડિત ◢ સાહેબ (શિક્ષણશાસ્ત્રી) દ્વારા
▸અભિગમ કેળવવા, ▸કૌશલ્ય વિકસાવવા, ▸પ્રાયોગિક કાર્ય કરવા, ▸સંશોધનાત્મક કાર્ય જેવા વિવિધ મુદ્દાઓ અંગે નવી શિક્ષણનીતિ અંતર્ગત થયેલ ફેરફારો અને ▸હૃદયની કેળવણી
અંગે રજૂઆત કરવામાં આવશે
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, સરકારી અને બિનસરકારી શાળાનાં શિક્ષકો, અધ્યાપકો, શિક્ષણક્ષેત્રે જોડાયેલ તમામ સભ્યો અને વાલીઓ ભાગ લઇ શકશે. રસ ધરાવનાર દરેકે તા. 28-10-2020 સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહશે. રજીસ્ટ્રેશન કરેલ સભ્યોને અલગથી ઈ-મેઈલમાં લીંક મોકલવામાં આવશે.
રજીસ્ટ્રેશન કરી વેબિનારમાં હાજર રહેલ સભ્યોને ઈ-સર્ટીફીકેટ આપવામાં આવશે.
શ્રી બળવતં પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)- ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે,
Science City is so amazing
Science city is very interesting subject
So nice
ખૂબ સરસ
Interesting subject ,vignan nagri very nice