બદલાતાં વાતાવરણની પર્યાવરણ પર અસર [વેબિનાર]
English
Gujarati
સમય : તારીખ 22 ડિસેમ્બર, મંગળવારે બપોરે 4 થી 5 [વેબિનાર]
બદલાતાં વાતાવરણની પર્યાવરણ પર અસર
શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ - ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમેઆ વેબિનાર યુટ્યુબ અને અમારાં ફેસબુક પેજ પર પ્રીમિયર તરીકે સ્ટ્રીમ કરવામાં આવશે અને પ્રીમિયર પૂરું થયા બાદ દર્શકમિત્રો વેબિનારના વક્તા જોડે ગૂગલ મીટ પર લાઈવ જોડાઈ શકશે.

શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ – ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બાળકોમાં, શિક્ષકો અને નગરજનોમાં પર્યાવરણ અંગે જાગૃતિ વધે અને પર્યાવરણ બચાવવા અંગે યોગ્ય રચનાત્મક અને ક્રિયાત્મક કાર્ય થાય તે હેતુથી “બદલાતા વાતાવરણની પર્યાવરણ પર અસર” વેબિનારનું આયોજન તા. 22 – 12 – 2020 મંગળવારે 4 થી 5 દરમિયાન ગોઠવવામાં આવેલ છે.

આ વેબિનારમાં વક્તા તરીકે “કલાઈમેટ ચેન્જ” ક્ષેત્રમાં અને વિજ્ઞાન ક્ષેત્રે તજજ્ઞ તરીકે કાર્યરત એવા ડૉ. શ્રીમતી મેઘાબેન ભટ્ટ(અમદાવાદ) દ્વારા અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષામાં અલગ-અલગ વ્યક્તવ્ય મળશે,
જેમાં આબોહવામાં પરિવર્તનનાં કારણો, તેના થકી થતી અસરો અને આ પરિવર્તનને અટકાવવા જરૂરી પરિવર્તનો જેવા મુદ્દા પર પ્રેઝન્ટેશન-ચર્ચા કરવામાં આવશે.
Premier & Google Meet
આ વેબિનારનું આયોજન અમારી યુટ્યુબ ચેનલ ઉપરાંત ફેસબુક પેજમાં પ્રીમિયર કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ON કરી લેવું જેથી તમને વિડિયોની અપડેટ મળતી રહે!
આ વેબિનાર પ્રીમિયર વિડીયો અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ હશે દર્શકો બેમાંથી કોઈ પણ ભાષામાં નિહાળી શકે છે.
પ્રીમિયર પૂરું થયા બાદ દર્શકો, ડૉ. મેઘાબેન ભટ્ટ સાથે ગૂગલ મીટ પર લાઈવ જોડાઈ શકે છે જેમાં પણ તેઓ અંગ્રેજી અથવા ગુજરાતીમાં વાતચીત કરી શકે છે.
અહીં નીચે દરેક પ્લેટફોર્મની લિંક આપેલ છે.
(ગૂગલ મીટની એડવાન્સ લિંક પણ આપેલ છે જેમાં દર્શકો માત્ર નિયત સમય પર અને તારીખે જ જોડાઈ શકશે.)
શ્રી બળવતં પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)- ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે,


⚠ખાસ નોંધ: અહીં એક ફોર્મની પણ લિંક આપવામાં આવેલ છે જે વેબિનાર પૂરો થયા પછી ખોલવામાં આવશે જેમાં ઈ-સર્ટીફીકેટ મેળવવા ઇચ્છતા લોકોએ વેબિનારનો સ્ક્રીનશોટ તે ફોર્મમાં 24 ડિસેમ્બર 2020 સુધીમાં અપલોડ કરવાનો રહેશે.