શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ - ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ધો.૮ થી ઉપરનાં વિદ્યાર્થીઓ, જાગૃત નાગરિકો અને વાલીઓને આપણી સંસ્કૃતિ, આપણા આયુર્વેદ વિશે માહિતી મળે તે હેતુથી "એરોમેટિક-ધૂપ ચિકિત્સા" વિષય પર વેબિનારનું આયોજન 10 ડિસેમ્બર, 2020 ગુરુવારનાંરોજ4 થી 5 દરમિયાન અમારી યુટ્યુબચેનલ ઉપરાંત ફેસબુક લાઈવ સ્ટ્રીમ પર કરવામાં આવેલ છે.
શ્રી કિશોરભાઇ ભટ્ટ (નિવૃત્ત ડાયેટ લેક્ચરર)
▸પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અગ્રણીય કાર્ય કરતાં, ભાવનગરનાં રિટાયર્ડ ડાયેટ લેક્ચરર શ્રી કિશોરભાઈ ભટ્ટ આ વેબિનારમાં,
▸ ભારતીય સંસ્કૃતિમાં ધૂપ અને પર્યાવરણ ▸ અગ્નિહોત્ર અને પર્યાવરણ, ▸ધૂપ અને તેના વિજ્ઞાન અંગે
વિશેષ ચર્ચા કરશે.
આયુર્વેદ એ સંપૂર્ણ વિશ્વને ભારતે આપેલી ઉત્તમ ભેટ છે. આયુર્વેદ ચિકિત્સાથી માત્ર મનુષ્ય, પ્રાણીઓ જ નહિ પરંતુ પર્યાવરણને પણ ઉત્તમ બનાવી શકાય છે. આ આપણી આયુર્વેદ ચિકિત્સામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, નગરજનો રસ લેતા થાય તે આ વેબિનારનો મુખ્ય હેતુ છે.
YouTube Premier
આ વેબિનારનું આયોજન અમારી યુટ્યુબ ચેનલ ઉપરાંત ફેસબુક લાઈવ સ્ટ્રીમમાં કરવામાં આવેલ છે
અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ON કરી લેવું જેથી તમને વિડિયોની અપડેટ મળતી રહે!
શ્રી બળવતં પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)- ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે,
ખાસ નોંધ:અહીં એક ફોર્મની પણ લિંક આપવામાં આવેલ છે જે વેબિનાર પૂરો થયા પછી ખોલવામાં આવશે જેમાં ઈ-સર્ટીફીકેટ મેળવવા ઇચ્છતા લોકોએ વેબિનારનો સ્ક્રીનશોટ તે ફોર્મમાં11 ડિસેમ્બર 2020સુધીમાં અપલોડ કરવાનો રહેશે.