ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબનાં જન્મદિવસની ઉજવણી નિમિતે શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને કસબા અજુમને ઈસ્લામ સંસ્થાના સહયોગથી ધોરણ 5 થી 12 નાં બાળકો માટે “વિજ્ઞાન ઉત્સવ” કાર્યક્રમનું આયોજન તારીખ 17 ઓક્ટોબર 2021 રવિવારે વિજ્ઞાનનગરીમાં કરેલ છે. જેમાં દરેક શાળામાંથી કે કોઇપણ બે વિદ્યાર્થીઓ ભેગા મળી પોતાની સર્જનાત્મકતા અને વિજ્ઞાનની સંકલ્પના, સિધ્ધાંત, નિયમો સમજાવતા રચનાત્મક મોડલ્સ બનાવી તા.14મી ઓક્ટોબર 2021 સુધીમાં વિજ્ઞાનનગરીમાં જમા કરાવવાના રહેશે. આ “વિજ્ઞાન ઉત્સવ” કાર્યક્રમ રવિવારે 10 થી 5 કલાક દરમ્યાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને નગરજનો માટે ખુલ્લો મુકેલ છે. બાળકોના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવા વિજ્ઞાનનગરી આપ સહુને આવકારે છે.