રોજિંદા જીવનમાં રસાયણોના ઉપયોગને ઘટાડવા અને રસાયણ મુક્ત જીવન બનાવવાના હેતુથી આ વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે.
ચર્ચાનો વિષય : બાયો એન્ઝાઈમ-“પ્રાકૃતિક સફાઈકર્તા”
ઘરની સફાઈ માટેના તમામ ઉત્પાદનોમાં ઝેરી રસાયણો હોય છે, આ ક્લીનર્સ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે અને તેના પર્યાવરણીય અસરો વિનાશક છે.
આ ઝેરી ક્લીનર્સના સંપર્કમાં આવવાથી ત્વચા પર બળતરા અને શ્વાસ લેવાની તકલીફ સામાન્ય છે. પાલતુ પ્રાણીઓ પર ક્લીનર્સ ભારે અસર કરે છે, કારણ કે તેમની ત્વચા સીધા જ તેમાં રહેલા રસાયણોના સંપર્કમાં રહે છે.આ રસાયણોનો એકમાત્ર ઉપાય છે બાયો-એન્ઝાઈમ.
બાયો એન્ઝાઈમ એક સંપૂર્ણ કુદરતી અને આરોગ્યપ્રદ ઉપાય છે, ખાસ કરીને રસાયણોથી એલર્જીથી પીડાતા લોકો માટે.
તા. 25 -8-2020 નાં રોજ મંગળવારે સાંજે 4 થી 5 કલાક દરમ્યાન ગુગલમીટ (Google Meet) પર રાખવામાં આવેલ છે.
જેમાં પર્યાવરણીય ટ્રેનર
શ્રીકાંત રંગનાયકુલુ જી
[Shrekanth RG]
અને
કિશોરભાઇ ભટ્ટ
દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
જેમાં રસ ધરાવતા નગરવાસીઓએ 25-8-2020 નાં મંગળવારે 10:00 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.