આ વેબિનાર યુટ્યુબ અને અમારાં ફેસબુક પેજ પર પ્રીમિયર તરીકે સ્ટ્રીમ કરવામાં આવશે અને પ્રીમિયર પૂરું થયા બાદ દર્શકમિત્રો વેબિનારના વક્તા જોડે ગૂગલ મીટ પર લાઈવ જોડાઈ શકશે.
શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ – ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બાળકોમાં, શિક્ષકો અને નગરજનોમાં પર્યાવરણ અંગે જાગૃતિ વધે અને પર્યાવરણ બચાવવા અંગે યોગ્ય રચનાત્મક અને ક્રિયાત્મક કાર્ય થાય તે હેતુથી “બદલાતા વાતાવરણની પર્યાવરણ પર અસર” વેબિનારનું આયોજન તા. 22 – 12 – 2020 મંગળવારે 4 થી 5 દરમિયાન ગોઠવવામાં આવેલ છે.
આ વેબિનાર પ્રીમિયર વિડીયો અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ઉપલબ્ધ હશે દર્શકો બેમાંથી કોઈ પણ ભાષામાં નિહાળી શકે છે.
પ્રીમિયર પૂરું થયા બાદ દર્શકો, ડૉ. મેઘાબેન ભટ્ટ સાથે ગૂગલ મીટ પર લાઈવ જોડાઈ શકે છે જેમાં પણ તેઓ અંગ્રેજી અથવા ગુજરાતીમાં વાતચીત કરી શકે છે.
અહીં નીચે દરેક પ્લેટફોર્મની લિંક આપેલ છે.
(ગૂગલ મીટની એડવાન્સ લિંક પણ આપેલ છે જેમાં દર્શકો માત્ર નિયત સમય પર અને તારીખે જ જોડાઈ શકશે.)
શ્રી બળવતં પારેખ વિજ્ઞાનનગરી અને ગુજરાત કાઉન્સીલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)- ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે,
⚠ખાસ નોંધ:અહીં એક ફોર્મની પણ લિંક આપવામાં આવેલ છે જે વેબિનાર પૂરો થયા પછી ખોલવામાં આવશે જેમાં ઈ-સર્ટીફીકેટ મેળવવા ઇચ્છતા લોકોએ વેબિનારનો સ્ક્રીનશોટતે ફોર્મમાં 24 ડિસેમ્બર 2020 સુધીમાં અપલોડ કરવાનો રહેશે.