શું તડકામાં ઉભા રહેવાથી કોરોનાવાઈરસથી બચી શકાય છે અથવા ખાંસી વગર 10 સેકન્ડ સુધી શ્વાસ રોકવાથી તમને ચેપ નથી લાગતો… આવી ઘણી ખોટી અફવા ફેલાવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેનો જવાબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આપ્યો છે.
ગેરમાન્યતા: તડકામાં ઊભા રહેવાથી અથવા તાપમાન 25 ડિગ્રીથી વધારે હોય તો કોરોનાવાઈરસ દૂર થઈ જાય છે.
WHO: વધારે ઠંડા વાતાવરણ અને ગરમ તાપમાનથી વાઈરસ દૂર થતો નથી. વધારે તાપમાનવાળા દેશોમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે, એટલા માટે તડકમાં ઉભા રહેવાથી વાઈરસ મરતો નથી. બહારના વાતાવરણ અથવા તાપમાનની જગ્યાએ શરીરનું સામાન્ય તાપમાન 36.5°C થી 37°C હોય છે. કોરોનાથી બચવા સાબુથી વારંવાર હાથ ધોવા વધુ સારું રહેશે અને મોં, નાક અને આંખોને સ્પર્શ ન કરવો.
ગેરમાન્યતા: 10 સેકંડ સુધી શ્વાસ રોકવાથી, જો કોઈ સમસ્યા ન થાય તો કોરોનાનું સંક્રમણ થશે નહીં
WHO: આ એક પ્રકારની બ્રીધિંગ એક્સર્સાઇઝ છે, કોરોનાથી બચવાની ગેરંટી નથી. એટલા માટે આવું માનવું જોખમકારક સાબિત થઈ શકે છે. કોરોના સંક્રમણના સામાન્ય લક્ષણ છે, ઉધરસ, શરદી વધારે થાક લાગવો અને તાવ. કેટલાંક લોકોમાં ન્યુમોનિયા લક્ષણ પણ જોવા મળે છે. એટલા માટે જ્યારે લક્ષણ દેખાય ત્યારે કોરોનાની તપાસ કરાવવી.
ગેરમાન્યતા: આલ્કોહલ લેવાથી કોરોનાવાઈરસ નથી થતો
WHO: આલ્કોહલ પીવાથી કોરોનાવાઈરસને અટકાવી નથી શકાતો પરંતુ તમને નુકસાન પહોંચાડી શકે છે. મેથેનોલ, ઈશેનોલ, અને બ્લીચ પીવાથી પણ કોરોનાના ચેપને રોકી શકાતો નથી. તે મનુષ્યના આંતરિક અંગોને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વખત તેનો ઉપયોગ ફ્લોર પર જંતુઓને મારવા માટે કરવામાં આવે છે પરંતુ કોરોનાથી બચવા માટે પોતાની જાતને સ્વસ્છ રાખો.
ગેરમાન્યતા: ગરમ પાણીમાં સ્નાન કરવાથી કોરોનાવાઈરસ નથી થતો
WHO: આ વાત સંપૂર્ણ રીતે ખોટી છે. વધારે ગરમ પાણીથી ન્હાવાથી શરીરને નુકસાન પહોંચી શકે છે, એટલા માટે આવું ન કરવું. બહારના વાતાવરણ અથવા તાપમાનની જગ્યાએ શરીરનું સામાન્ય તાપમાન 36.5°C થી 37°C હોય છે તેમ છતાં કોરોનાનું સંક્રમણ થાય છે. એટલા માટે વારંવાર તમારા હાથ ધોતા રહેવું.
ગેરમાન્યતા: મચ્છરો દ્વારા પણ કોરોનાવાઈરસ ફેલાય શકે છે
WHO:અત્યાર સુધી કોઈ રિસર્ચ અથવા પુરાવા મળ્યા નથી કે જેનાથી એ સાબિત થઈ શકે કે મચ્છરથી કોરોનાવાઈરસ ફેલાય શકે છે. નવો કોરોનાવાઈરસ સંક્રમિત વ્યક્તિના છીંકવાથી અથવા ઉધરસ દરમિયાન નીકળતા લાળના ટીપાંથી ફેલાય છે. તેથી આવા લોકોથી અંતર રાખવું વધુ સારું રહેશે,માસ્કનો ઉપયોગ કરવો, વારંવાર હાથ ધોવા.
શું બ્લડ ડોનેટ કરતી વખતે કોરોનાવાઈરસનું જોખમ છે?
ના, આ વાઈરસ બ્લડ દ્વારા નથી ફેલાતો, તેથી જરૂરીયાતમંદોને રક્તદાન કરતા રહેવું
કોરોનાવાઈરસના ભય વચ્ચે બ્લડ ડોનેટ કરવું કે નહીં? શું આવું કરવાથી સંક્રમણનું જોખમ વધી જાય છે? આવા અનેક પ્રશ્નો રક્તદાતાના મનમાં ઉઠી રહ્યા છે. અમેરિકન રેડ ક્રોસ સોસાયટીના ચીફ મેડિકલ ઓફિસર ડો.પૈંપી યંગના જણાવ્યા પ્રમાણે, હાલની સ્થિતિમાં આ સ્થિતિ ખૂબ જ અલગ છે, અમે હોસ્પિટલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, ક્યાં બ્લડ છે અને ક્યાં નથી. ભલે કોરોનાવાઈરસના દર્દીઓની સારવારમાં આ બ્લડનો ઉપયોગ કરવામાં ન આવતો હોય પરંતુ ટ્રોમા, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ઈમર્જન્સીમાં નવજાતને અત્યારે પણ તેની જરૂર છે. આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને લોકડાઉનની વચ્ચે પણ બ્લડની જરૂર છે. આવી સ્થિતિમાં સતત બ્લડ ઉપલબ્ધ કરાવવું મોટો પડકાર છે.
શું રક્તદાન કરવાથી કોરોનાનું સંક્રમણ થઈ શકે છે?
મિનેસોટા યુનિવર્સિટીના બ્લડ બેંક લેબના ડિરેક્ટર ડો. ક્લોડિયા કોહનના જણાવ્યા પ્રમાણે, આ વાઈરસ બ્લડ દ્વારા નથી ફેલાતો એટલા માટે બ્લડ સુરક્ષિત છે. કોરોનાવાઈરસ બ્લડ ટ્રાન્સફર દરમિયાન ફેલાતો નથી તેની પુષ્ટિ સારસ અને મેરના રોગચાળા દરમિયાન કરવામાં આવી હતી.
શું રક્તદાન કેન્દ્રો પર બ્લડ ડોનેટ કરનારની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે?
અમેરિકન રેડ ક્રોસ સોસાયટીના ચીફ મેડિકલ ઓફિસર ડો.પૈંપી યંગના જણાવ્યા પ્રમાણે, અમને તે વાતની ખબર છે કે રક્તદાતા કેટલા ડરી ગયાછે પરંતુ બ્લડ ડોનેટ કરનારાને હું વિશ્વાસ આપવા માંગું છું કે રક્તદાન પ્રક્રિયા દરમિયાન યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. ઘણા રક્ત કેન્દ્રોમાં તાપમાનની તપાસ કરવાની પણ સુવિધા છે. અવારનવાર કર્મચારીઓના ગ્લોવ્ઝ પણ બદલવામાં આવી રહ્યા છે. તબીબી સાધનોની સફાઇ કરવામાં આવી રહી છે. સ્ટાફ અને રક્તદાતાની વચ્ચે 6 ફૂટનું અંતર અનુસરવામાં આવી રહ્યું છે.
રક્તદાન કરવા પર શું કોરોનાવાઈરસની તપાસ કરાવવી જોઈએ?
ના, આ એક અફવા છે જે ઈન્ટરનેટ પર ફેલાવવામાં આવી છે. તે સંપૂર્ણ રીતે ખોટી છે.
કોણ રક્તદાન કરી શકે છે
દરેક સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. તેની ગાઈડલાઈન દરેક દેશમાં અલગ અલગ હોઈ શકે છે. જેમ કે ઘણી જગ્યાએ 18 વર્ષની તો ઘણી જગ્યાએ 17 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. વજન 50 કિલો હોવું જોઈએ. ડો. ક્લોડિયા કોહનના જણાવ્યા પ્રમાણે, બ્લડ ડોનેટ કરવાની મહત્તમ વય નથી. અમેરિકામાં અત્યારે વૃદ્ધ લોકો દેશના સર્વશ્રેષ્ઠ રક્તદાતા છે. તેઓ ઘણી વખત રક્તદાન કરે છે. બ્લડ સેન્ટર હવે યુવાનોને રક્તદાન કરવાનું કહે છે, જેથી આ વય જૂથમાં રક્તદાનના કેસોમાં વધારો થઈ શકે.
રક્તદાન ક્યાં કરવું તે કેવી રીતે ખબર પડે?
રેડ ક્રોસની ઓફિશિયલ વેબસાઈટ www.icrc.org પર જવું અને અહીંથી તમારા દેશ સાથે જોડાયેલી જાણકારી મેળવી શકો છો.
MayanK Parmar
Mayank Parmar is currently Computer Lab incharge & technology enthusiast at Science City Bhavnagar. more info can be found at here
VTP – Vocational Training Programs at Science City Bhavnagar
Free courses- skill development and computer lab programs-VTP-KVK
Read MoreComputer Lab
Computer Lab Well-equipped fully Air-conditioned, Projector capability built-in & Modern and Very latest Intel core i3 computers units to achieve every aspects of the technology courses at ScienceCity currently and in future too. Also a Dedicated Hardware Laboratory for students to explore the computer technologies. Courses & Activities CCC-CLS Course...
Read More
Many fake news and myths are there on social media about corona…..it’s good that you are trying to tell them truth….good work…..
Good information…