શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા વસુંધરાને સજાવવા અને પર્યાવરણ બચાવા જાગૃતિ લાવવાના હેતુથી બીજબોલ (સીડ બોલ) બનાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બીજ બોલ એટલે શું?, શા માટે?, કેવી રીતે બનાવી શકાય, જુદાજુદા બીજની ઓળખ, માટી પરિચય, વનસ્પતિઓનો પરિચય પર્યાવરણ સંરક્ષક એવા તજજ્ઞ
શ્રી કિશોરભાઇ ભટ્ટ – ભાવનગર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમ તા: 03/08/2021 ના રોજ સવારે 9:30 થી 11:30 અને સાંજે 4:00 થી 6:00 કલાકે એમ બે ટુકડીમાં યોજવામાં આવશે. પર્યાવરણ જાળવવા માટે રસ ધરાવતા પ્રકૃતિ પ્રેમીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવે છે
આ કાર્યક્રમ માટે ”માર્જન” અને ”બીજવેદા” તરફથી સહયોગ મળેલ હોઈ પર્યાવરણ બચાવાનો આ સમગ્ર કાર્યક્રમ આમંત્રિતો માટે નિ:શુલ્ક ગોઠવવામાં આવેલ છે. કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી મર્યાદિત સંખ્યા લેવાની હોય પોતાનું રજીસ્ટ્રેશન સત્વરે કરાવી લેવા વિનંતી. ભાગ લેનાર દરેક સભ્યોને ઈ સર્ટીફિકેટ આપવામાં આવશે.
યુટ્યુબ લિંક
આ કાર્યક્રમનું ફરીથી (replay) પ્રસારણ વિજ્ઞાનનગરીની યુ-ટ્યૂબ ચેનલ પરથી 4 ઓગસ્ટ 2021 ને 11 કલાકે કરવામાં આવશે.