Download your Certificate from Below

આકાશદર્શનની મજા માણીએ... [વેબિનાર શ્રેણી]

બાળકો, શિક્ષકો અને ખગોળીય ઘટનાઓમાં રસ ધરાવતાં લોકોને આકાશદર્શન અંગે પાયાની માહિતી મળે, તારાઓ-ગ્રહો અંગે પરિચય કેળવે, આકાશમાં તેમના સ્થાન શોધતાં શીખે, રાશિ-નક્ષત્રો વિશે માહિતગાર થાય. તેનાં ચિત્રો દ્વારા સમજ કેળવે અને અવલોકન કરે, ખગોળીય ઘટનાઓની અગત્યતા સમજે અને વૈજ્ઞાનિક વલણ કેળવે, આકાશીય અવલોકન શક્તિ વિકસાવવાની તક મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન વિજ્ઞાનનગરી દ્વારા કરેલ છે.

જેને લઈ જે તે ક્ષેત્રમાં આકાશદર્શન કલબ વિકસાવી શકાય. તેનાં મુદ્દાઓ અંગે ચર્ચા-પ્રશ્નોતરી થાય અને વધુને વધુ લોકો આ વિષય અંગે જાણકારી મેળવી રસ લેતાં થાય. તેમજ તેઓ દ્વારા સંશોધાત્મક અભિગમ વિકસાવી ભવિષ્યનાં ખગોળવૈજ્ઞાનિકો તૈયાર થઈ શકે.

YouTube Playlist of Past Episodes & Playlist👇

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં ધોરણ 6 થી કોલેજનાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, ખગોળરસિકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે.

આ કાર્યક્રમ 10 વેબિનાર્સની શ્રેણીમાં કરવામાં આવશે. જેમાં વ્યાખ્યાન, પ્રવૃતિઓ, ચર્ચા અને પ્રશ્નોતરી કરવામાં આવશે.

કાર્યક્રમ દર મંગળવારે, 18-મે, 25-મે, 1-જૂન, 8-જૂન,
15-જૂન, 22-જૂન, 29-જૂન, 6-જુલાઈ,
13-જુલાઈ અને 20-જુલાઈ દરમિયાન શ્રેણીમાં થશે

સમય: સાંજે 4 થી 5

(જરૂરીયાત અનુસાર ફેરફાર થશે.)

ભાગ લેનાર સભ્યો પાસે સ્માર્ટફોન/ટેબલેટ/લેપટોપ/કમ્પ્યુટર અને ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
સંસ્થા દ્વારા કાર્યક્રમ ગૂગલમીટ (GoogleMeet) પર રાખવામાં આવેલ છે. જેની લીંક રજીસ્ટ્રેશન કરેલ સભ્યોને SMS કે What’s App દ્વારા મોકલવામાં આવશે.
ભાગ લેવાં ઈચ્છતાં દરેક રસિકોએ તેમનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ભાગ લેનાર સભ્યોને સમગ્ર કાર્યક્રમ પૂરો થયા બાદ ડિજીટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન કર્યા પછી તમને વૉટ્સએપ અને ટેલિગ્રામની લિંક જોવા મળશે જેમાં ક્લિક કરી તમે વૉટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો.
શ્રી હસમુખભાઇ દેવમુરારિ નિયામક- લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા, જી. ભાવનગર

આ કાર્યક્રમમાં શરૂઆતથી જોડાતાં સભ્યોને કાર્યક્રમનો વિશેષ લાભ મેળવી શકશે. તેમજ તેમનાં વિસ્તારમાં/ શાળામાં એસ્ટ્રોનોમી ક્લબ વિકસાવવા મદદરૂપ બની ખગોળીય ઘટનાઓનાં પ્રસારનું ઉત્તમ કાર્ય કરી શકશે.

GoogleMeet

આ વેબિનારનું આયોજન GoogleMeetમાં કરવામાં આવેલ છે

રજીસ્ટ્રેશન કરેલાં લોકો જ ગૂગલમિટ વેબિનારમાં જોડાઈ શકશે. 

This Post Has 3 Comments

  1. Ramesh Malania

    good activity

    1. Anonymous

      Kasa join hyu

  2. Pareshkumar K. Prajapati

    Khub j sundar

Comments are closed.