શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરીમાં વિશ્વ મહિલાદિનની ઉજવણી પ્રસંગે ખાદ્ય પદાર્થની ભેળસેળ વિશે કાર્યશાળા યોજાઈ

શ્રી બળવંત પારેખ વિજ્ઞાનનગરી અલગ અલગ પદ્ધતિ દ્વારા બાળકો અને સમાજમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરતી રહે છે. તેને અનુલક્ષીને ૮ મી માર્ચ ‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે’(રાષ્ટ્રીય મહિલા દિવસ)ની ઉજવણી નિમિતે ફૂડ એડલ્ટ્રેશન (ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ) પ્રોગ્રામ દ્વારા લોકોમાં ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળથી માહિતગાર કરી જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે.

        ૬ માર્ચના રોજ ન.ચ.ગાંધી (એસ.એન.ડી.ટી) મહિલા કોલેજની ૩૫ વિદ્યાર્થીનીઓએ આ પ્રોગ્રામ દ્વારા લાઇવ પ્રયોગો કર્યા અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને વિડીઓ દ્વારા સમજ આપવામાં આવી. ૭ માર્ચ દાણીબાઈ કન્યા છાત્રાલય અને ૯ મી માર્ચે મહિલા ITI ની આશરે ૧૮૦ વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમનો લાભ લેશે.

        આ પ્રોગ્રામમાં દુધમાં થતી ભેળસેળ, શુધ્ધ ઘીમાં વનસ્પતિ ઘીની ભેળસેળ, મીઠાઇ પર લાગતી ચાંદીની વરખ, હળદર, મરચા, ચા, પનીર અને અન્યમાં ક્યા પદાર્થની ભેળસેળ હોય છે? શા માટે કરે છે? ભેળસેળની માનવ શરીર પર થતી અસરો અને ભેળસેળ માટે કે સ્વાસ્થ્ય માટે હાનીકારક ખાદ્ય પદાર્થોં વેચતા લોકોથી જાગૃત રહેવા કોને, કેવી રીતે સંપર્ક કરવો તે વિશેની માહિતી આપીને તેની ચર્ચા કરવામાં આવેલ.

This Post Has 8 Comments

  1. Rushabh Pandya

    Superb

  2. Anonymous

    Nice work. You guys doing such a nice job ???

    1. Urvi vyas

      Good job…keep it up guys???

  3. Anonymous

    Nice work. You guys doing such a nice job ???

  4. Yash Mehta

    Nice you are doing very good work.

  5. Trivedi Deep

    Nice work Guys good Job ??? keep it up ??

  6. Aman Soni

    Very Good work related to food… You are doing great work….

  7. Anonymous

    Very useful for now a days when everything we eat is adulterated thanks for organising such programs

Comments are closed.