આજકાલનાં આહારને લઈને ઘણી મોટી સમસ્યાઓ ઊભી થઈ રહી છે ત્યારે આહારને સમજવો ખૂબ જરૂરી છે.
ભારતીય પરંપરાગત વાનગીઓના ફેલાવા અને મહિલાઓ માટે પ્રોત્સાહન રૂપે કાર્ય કરવા 16મી ઓક્ટોબર વિશ્વ આહાર દિવસની ઉજવણીનું આયોજન કરેલ છે.
આ “પરંપરાગત ભારતીય વાનગીઓ અને તેનું પોષણમૂલ્ય”કાર્યક્રમમાં
12 વર્ષથી ઉપરની કોઈપણ વિદ્યાર્થી બહેનો કે દરેક મહિલાઓ ભાગ લઇ શકશે.
ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોઈ પણ એક પરંપરાગત વાનગી અંગેનો વધુમાં વધુ 10 મિનિટનો વિડીયો બનાવીને મોકલવાનો રહેશે.
જેમાં વીડિયોમાં જ
ભાગ લેનારનું નામ,
અભ્યાસ,
જન્મતારીખ,
શાળા કે સંસ્થાનું નામ,
વાનગીનું નામ,
વાનગી માટેના જરૂરી સાધનો/મટીરીયલ્સ અને ઘટકો,
બનાવવાની રીત,
તે માટેનો જરૂરી સમય,
તેમાં રહેલ પોષક તત્વોનું મૂલ્ય
વગેરેનો ઉલ્લેખ કરવાનો રહેશે.
ભાગ લેનાર દરેકને ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમ વિનામૂલ્યે રાખવામાં આવે છે, જેમાં પસંદગી પામેલ વીડિયોને વિજ્ઞાનનગરીની વેબસાઇટ પર મુકવામાં આવશે.
ભાગ લેનાર વ્યક્તિઓ પોતાનો વીડીયો નીચે આપેલ ગૂગલ ફોર્મની લિન્ક ખોલી સીધો જ અપલોડ કરી શકે